scorecardresearch
Premium

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : નાયબ સેક્શન અધિકારી બનવા માટે ફટાફટ કરો અરજી, પગાર પણ જોરદાર, સંપૂર્ણ માહિતી અહીં વાંચો

GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત કાયદા વિભાગ અને વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ 3ની ભરતી થશે.

GPSC Recruitment 2024,Deputy Section Officer Class 3
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 – photo X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અધિકારીઓની પસંદગી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગે 314 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત કાયદા વિભાગ અને વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ 3ની ભરતી થશે. સંસ્થા દ્વારા આ પોસ્ટની કુલ 40 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ 3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,ભરતી અંગે મહત્વપૂર્ણ તારીખો, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે પોસ્ટની વિગતો

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
પોસ્ટનાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ 3
જગ્યા40
વર્ગવર્ગ-3 અધિકારી
વય મર્યાદા38 વર્ષથી વધારે નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓક્ટોબર 2024
ક્યાં અરજી કરવીhttps://gpsc.gujarat.gov.in

સહાયક મોટર વાહન નિરીક્ષક પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિનઅનામત16
આર્થિક રીતે નબળા વર્ગો5
સા.શૈ.પ.વ.11
અનુ.જાતિ3
અનુ.જનજાતિ5

21 જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ

કેટેગરીજગ્યા
બિનઅનામત5
આર્થિક રીતે નબળા વર્ગો1
સા.શૈ.પ.વ.3
અનુ.જાતિ1
અનુ.જનજાતિ1

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી કાયદા વિષયમાં સ્નાતક પદવી અથવા એલ.એલ.બી (ત્રણ વર્ષ) અથવા પાંચ વર્ષની કાયદા (સંકલિત)માં સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણેની કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ

પગાર ધોરણ

પસંદ થયેલા ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ માટે ₹ 49,600 ફિક્સ પગાર મળશે ત્યારબાદ સંષકારક સેવા પૂર્ણ કાર્યની ખાતરી થયા બાદ ઉપરોક્ત ઠરાવની જોગવાઈઓને આધિન ₹39,900થી ₹ 1,26,600 પે મેટ્રીક્સ લેવલ 7ના નિયમિત પગાર ધોરણમાં નિમણૂક મળવાપાત્ર થશે.

વય મર્યાદા

ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને 38 વર્ષ પુરા કરેલા ન હોવા જોઈએ.

ઓનલાઈ અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ 3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

આ પણ વાંચોઃ- ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની જોરદાર તક, વર્ગ-1,2 અને 3ની ભરતી, વાંચો A to Z માહિતી

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Web Title: Gpsc recruitment 2024 deputy section officer class 3 bharti gujarat government jobs how to apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×