scorecardresearch
Premium

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, ₹ 1.40 લાખ સુધી પગાર, વાંચો બધી જ માહિતી

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ ઇજને (યાંત્રિક) વર્ગ 2 ની કુલ 34 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

GPSC Recruitment 2024 Assistant Engineer
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મદદનીશ ઈજનેર- photo – X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી બનાવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટની 70 જગ્યાઓ બહાર પાડી છે. જે અંતર્ગત મદદનીશ ઇજને (યાંત્રિક) વર્ગ 2 ની કુલ 34 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મદદનીશ ઇજનેરની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટમદદનીશ ઇજનેર (વર્ગ-2)
જગ્યા34
નોકરીનો પ્રકારસરકારી
વયમર્યાદા35 વર્ષથી વધારે નહીં
અરજી કરવાની શરુઆતની તારીખ18 સપ્ટેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ3 ઓક્ટોબર 2024
વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in
ક્યાં અરજી કરવી?https://gpsc-ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=a2GSpnDbruI=&yr=QfPO8a552M0=&ano=qu5m9/Tn7Eo=

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મદદનીશ ઈજનેર પોસ્ટની વિગતો

સંવર્ગનું નામજગ્યા
બિન અનામત17
આર્થિક રીતે નબળા વર્ગો3
સા. અને શૈ.પ.વર્ગ9
અનુસૂચિત જાતિ2
અનુસૂચિત જનજાતિ3
કુલ34

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મદદનીશ ઇજનેર માટે શૈક્ષણિક લાયકાત

  • ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી મદદનીશ ઈજનેર (યાંત્રિક) માટે ઉમેદવારોએ સરકાર માન્ય સંસ્થા માથી મિકેનિકલ એન્જીનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ.
  • કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ

મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ 2 માટે પગાર ધોરણ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને પગાર સુધારા નિયમો 2016 મુજબ પગાર ધોરણ ₹44,900-₹1.42,400 લેવલ 8 પ્રમાણે પગાર મળશે.

ઓનલાઈ અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચોઃ- GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરીની તક, આજથી અરજી પ્રક્રિયા શરૂ

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Web Title: Gpsc recruitment 2024 assistant engineer bharti gujarat public service commission jobs great opportunity again to get a sarkari nokari how to apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×