scorecardresearch
Premium

GPSC Recruitment 2023, Tribal Development Officer | જીપીએસી દ્વારા આદિજાતિ વિકાસ અધિકારીની કુલ 26 જગ્યાઓ પર ભરતી, ₹ 1.42 લાખ સુધી પગાર, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC Recruitment 2023 notification date and online application : ગુજરાત રાજ્ય હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2ની કુલ 26 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જીપીએસસીએ આ જગ્યાઓ માટે ઉમેદવાર પસંદ કરવા માટે અરજીઓ મંગાવી છે.

GPSC recruitment 2023 | GPSC Bharti 2023 | Tribal Development Officer | Government jobs | Gujarat Government jobs | sarakari nokari |sarakari jobs
જીપીએસસી, આદિજાતિ વિકાસ અધિકારીની 26 જગ્યાઓ પર ભરતી

GPSC Recruitment 2023, Tribal Development Officer bharti, last date, online application : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1, વર્ગ 2 અને વર્ગ 3ની બમ્પર ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત આદિજાતિ વિકાસ કમિશનર કચેરી, ગુજરાત રાજ્ય હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2ની કુલ 26 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જીપીએસસીએ આ જગ્યાઓ માટે ઉમેદવાર પસંદ કરવા માટે અરજીઓ મંગાવી છે.

રસધરાવતા ઉમેદવારોએ http://gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર 31 જુલાઈ 2023 રાત્રે 11.59 વાગ્યા સુધી અરજી કરવાની રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામઆદિજાતિ વિકાસ અધિકારી
કુલ જગ્યાઓ26
અરજી કરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2023
વયમર્યાદા35 વર્ષથી વધારે નહીં
પગાર₹44,900-₹1,42,400 – પે મેટ્રીક લેવલ- 8
અરજી કરવાની વેબસાઈટhttp://gpsc-ojas.gujarat.gov.in

GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી માટે પગાર ધોરણ

પસંદ કરાયેલા ઉમેદવારોને સરકાર દ્વારા માન્ય કરાયેલા ધારાધોરણ પ્રમાણે ₹44,900-₹14,24,400 – પે મેટ્રીક લેવલ- 8 પગાર ચૂકવવામાં આવશે.

GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી જગ્યાઓની માહિતી

સંવર્ગનું નામ કુલ જગ્યાઓ મહિલા ઉમેદવાર માટે જગ્યાઓ

બિન અનામત124
આર્થિક રીતે નબળા વર્ગો31
સા.અને શૈ.પ. વર્ગ72
અનુ. જાતિ00
અનુ. જનજાતિ41
કુલ268

GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી કરેલી હોવી જોઈએ. જે ઉમેદવાર હાજર થયો હોય અથવા હાજર થવાનો ઇરાદો ધરાવતો હોય અથવા અંતિમ પરિણામની રાહ જોતો હોય જરૂરી લાયકાતનું સેમેસ્ટર/વર્ષ, અરજી કરી શકે છે. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો હેઠળ કોમ્પ્યટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરવાતા હોવા જોઈએ. આ ઉપરાંત ગુજરાતી અને હિન્દી અથવા બંનેનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. પરંતુ ઉમેદવારે લાયકાત મેળવવી પડશે અને અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પહેલાં જાહેરાત મુજબ જરૂરી લાયકાત સબમિટ કરવાની રહેશે.

આ પણ વાંચોઃ- GPSC Recruitment 2023, DySO bharti | જીપીએસી દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની કુલ 127 જગ્યાઓ પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતીની ભરતી માટે વયમર્યાદા

ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી અર્થાત 31 જુલાઈ 2023ના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ અને 35 વર્ષ સામાન્ય વહિવટ વિભાગના 29-9-2022ના જાહેરનામા ક્રમાંક NO/GS/11/2022/CRR/11/2021/450900/G.5 થતાં આયોગના હુકમ અતર્ગત 36 વર્ષ પુર્ણ કરેલ ન હોવા જોઈએ. ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખનાં રોજ ગણવામાં આવશે.

GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી માટે કોણ અરજી કરી શકશે?

ભારતનો નાગરિક અથવા નેપાળનો પ્રજાજન અથવા ભૂતાનનો પ્રજાજન અરજી કરી શકશે. તિબેટનો નિર્વાસિત જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી 1 જાન્યુઆરી 1962 પહેલાં ભારતમાં આવેલા હોવા જોઈએ અથવા મૂળ ભારતીય વ્યક્તિ કે જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ, બર્મા, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા જેવા પૂર્વ આફ્રિકાના દેશો, સંયુક્ત પ્રજાસત્તાક તાંઝાનિયા ઝાંબિયા, મલાવી, ઝૈર, ઇથોપિયા અથવા વિયેટનામથી સ્થળાંતર કરીને આવેલા હોવા જોઈએ.

GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતીનું નોટિફિકેશન

GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?

જાહેરાત સંદર્બમાં આયોગ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે 15 જુલાઈ 2023 બપોર 1 વાગ્યાથી 31 જુલાઈ 2023 વાગ્યા સુધી રાત્રીના 11.59 વાગ્યા સુધીમાં https://gpsc-ojas.gujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે વેબસાઇટ ઉપર દર્શાવ્યા પ્રમાણે એક પછી એક સ્ટેપ અનુસરવાના રહેશે.

આ પણ વાંચોઃ- GPSC Recruitment 2023, assistant professor bharti : જીપીએસસી દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરની કુલ 65 જગ્યાઓ પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC Recruitment 2023 : આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી માટે અરજી ફી ભરવી

રસધરાવતા ઉમેદવારોએ રૂ.100 અરજી ફી ભરવાની રહેશે. ઉમેદવારો અરજી ફી ભરવા માટે ઓનલાઇન અને પોસ્ટ ઓફિસમાં ભરી શકે છે.

Web Title: Gpsc recruitment 2023 tribal development officer class 2 26 post bharti notification online application last date ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×