scorecardresearch
Premium

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, વર્ગ-1 અને વર્ગ 2 માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે મત્સ્યોદ્યોગ અધિક્ષક, મદદનીશ નિયામક (કેમિકલ ગ્રુપ), અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), ભૂસ્તરશાસ્ત્રી, વૈજ્ઞાનિક અધિકારી (કેમિકલ ગ્રુપ), આચાર્ય, આદર્શ નિવાસી શાળા જેવી પોસ્ટ માટે અરજીઓ આમંત્રીત કરી છે.

GPSC Recruitment 2023 | GPSC bharti | Government jobs | Sarkari nokari | jobs alerts
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

GPSC Recruitment 2023, GPSC bharti, notification, online apply : ગુજરાત સરકારમાં નોકરીનું સપનું સેવીને મહેનત કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC bharti 2023)એ તાજેતરમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી હતી.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે મત્સ્યોદ્યોગ અધિક્ષક, મદદનીશ નિયામક (કેમિકલ ગ્રુપ), અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), ભૂસ્તરશાસ્ત્રી, વૈજ્ઞાનિક અધિકારી (કેમિકલ ગ્રુપ), આચાર્ય, આદર્શ નિવાસી શાળા જેવી પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો માટે અરજી કરવા માટે આજે છેલ્લો દિવસ છે. ઉમેદવારો આવતી કાલ ગુરુવાર 30 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે. આ ઉપરાંત ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

PSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટમત્સ્યોદ્યોગ અધિક્ષક, મદદનીશ નિયામક (કેમિકલ ગ્રુપ), અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), ભૂસ્તરશાસ્ત્રી, વૈજ્ઞાનિક અધિકારી સહિત વિવિધ પોસ્ટ
કુલ જગ્યા23
અરજી કરવાની શરુઆતની તારીખ8.11.2023
છેલ્લી તારીખ30.11.2023
ક્યાં અરજી કરવીhttps://gpsc.gujarat.gov.in
https://gpsc-ojas.gujarat.gov.in

GPSC Bharti 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટ વિગતો

પોસ્ટકુલ જગ્યા
મત્સ્યોદ્યોગ અધિક્ષક02
મદદનીશ નિયામક (કેમિકલ ગ્રુપ)01
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ)05
ભૂસ્તરશાસ્ત્રી03
ભૂસ્તરશાસ્ત્રી02
વૈજ્ઞાનિક અધિકારી (કેમિકલ ગ્રુપ)09
આચાર્ય, આદર્શ નિવાસી શાળા01

GPSC Jobs 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ

મત્સ્યોદ્યોગ અધિક્ષક:

  • સ્નાતક / અનુસ્નાતક.
  • 3 થી 5 વર્ષનો અનુભવ.

મદદનીશ નિયામક (કેમિકલ ગ્રુપ):

  • પીએચડી / અનુસ્નાતક.
  • 3 વર્ષનો અનુભવ.

અધિક મદદનીશ ઈજનેર (સિવિલ):

  • ડિપ્લોમા / બીઇ-ટેક સિવિલ.
  • 2 વર્ષનો અનુભવ.

ભૂસ્તરશાસ્ત્રી:

  • અનુસ્નાતક.
  • 5 વર્ષનો અનુભવ.

ભૂસ્તરશાસ્ત્રી:

  • અનુસ્નાતક.
  • 3 વર્ષનો અનુભવ.

વૈજ્ઞાનિક અધિકારી (કેમિકલ ગ્રુપ):

  • B.Sc / M.sc.
  • 2 વર્ષનો અનુભવ.

આચાર્ય, આદર્શ નિવાસી શાળા:

  • પીજી અને બી.એડ
  • 5 વર્ષનો અનુભવ.

આ પણ વાંચોઃ- GSRTC Recruitment 2023 : ગુજરાત એસટી ભરતી, અમદાવાદમાં નોકરી માટે કરો અરજી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC placement 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, કેવી રીતે અરજી કરવી?

પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

આ પણ વાંચોઃ- ONGC Recruitment 2023 : ONGC અમદાવાદમાં ભરતી, અરજી કરવાનો કાલે છેલ્લો દિવસ, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC Vacancy 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નોટિફિકેશન

ઉમેદવારો અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મહત્વની તારીખો

ગુજરાત જાહેર સેવા આયોગે બહાર પાડેલી 23 પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની શરુઆતની તારીખ 08.11.2023 છે. અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30.11.2023 નિર્ધારીત કરવામાં આવી છે.

Web Title: Gpsc recruitment 2023 notification government bharti sarkari nokari today vacancy last day for online apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×