scorecardresearch
Premium

GPSC Recruitment Exam time table : ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષાનો કાર્યક્રમ, ઓક્ટોબરમાં કઈ કઈ છે પરીક્ષા

GPSC Recruitment 2023, October Exam time table : જીપીએસસી દ્વારા ઓક્ટોબર મહિનામાં લેવાનારી પરીક્ષાનું કેલેન્ડર બહાર પાડ્યું છે. જેમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. પદ, પરીક્ષાનો પ્રકાર, પરીક્ષા તારીખ સહિતની માહિતી વાંચવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચો.

gpsc recruitment 2023 | GPSC exam date | GPSC exam calendar | Google news
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પરીક્ષા કાર્યક્રમ

GPSC Recruitment 2023, October Exam time table : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પદો પર ભરતી અંગેના નોટિફિકેશનો બહાર પાડ્યા હતા. લગભગ દરેક ભરતીની અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે જીપીએસસી દ્વારા ઓક્ટોબર મહિનામાં લેવાનારી પરીક્ષાનું કેલેન્ડર બહાર પાડ્યું છે. જેમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. પદ, પરીક્ષાનો પ્રકાર, પરીક્ષા તારીખ સહિતની માહિતી વાંચવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચો. આ ઉપરાંત પરીક્ષાનો કાર્યક્રમ ડાઉલોડ કરવા માટે પણ અંત સુધી વાંચો.

GPSC Exam 2023 time table : જીપીએસસી પરીક્ષા ઓક્ટોબર મહિનાનો કાર્યક્રમ, મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પરીક્ષાનો મહિનોઓક્ટોબર
પદવર્ગ -1 અને વર્ગ -2
જગ્યાઓ54

GPSC Exam 2023 time table : જીપીએસસી પરીક્ષા, GPSCમાં કઈ પોસ્ટ માટે ભરતી થશે?

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાનારી નાયબ ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ), નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાત, વર્ગ-૨ (કન્વીક્શન રેટ ઈમ્પ્રુવમેન્ટ અંતર્ગત), ભાષાંતરકાર/સંશોધન મદદનીશ, વર્ગ-૩ મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ), વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-૨, ટાઉન પ્લાનર, વર્ગ-૧ (GMC),નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC)

GPSC Exam 2023 time table : જીપીએસસી પરીક્ષા, કેલેન્ડર

પરીક્ષાનું નામજગ્યાની સંખ્યાજાહેરાતની તારીખ પ્રાથમિક-મુખ્ય કસોટીની સૂચિત તારીખપ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિસ મહિનોરૂબરૂ મુલાકાતનો સંભવિત મહિનો
નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ -2 (નર્મદા જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ)515-10-2317-12-23ફેબ્રુઆરી 24મે 24
નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાત, વર્ગ-2, (કન્વીક્શન રેટ ઈમ્પ્રુવમેન્ટ અંતર્ગત)615-10-2317-12-23માર્ચ 24મે 24
ભાષાંતરકાર-સંશોધન મદદનીશ, વર્ગ -3315-10-2317-12-23માર્ચ 24
મદદનીશ ઈજનેર (યાંત્રીક), વર્ગ- 2 (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ)3015-10-2324-12-23માર્ચ 24જૂન 24
વહીવટી અધિકારી મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-2615-10-2331-12-23માર્ચ 24મે 24
ટાઉન પ્લાનર, વર્ગ-1 (જીએમસી)115-10-2331-12-23માર્ચ 24મે 24
નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) (જીએમસી)315-10-237-1-24એપ્રિલ 24જૂન 24

GPSC Exam 2023 time table : જીપીએસસી પરીક્ષા ઓક્ટોબર મહિનાનો કાર્યક્રમ નોટિફિકેશન

GPSC Recruitment, Exam date : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનારી પરીક્ષા મોકૂફ રખાઈ

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા માટે તૈયારી કરીને બેઠેલા ઉમેદવારો માટે ખરાબ સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સાર્યાન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-2 ફિઝિસ્ટ (પેરામેડીકલ), વર્ગ-2 પ્રાર્થામક કસોટીઓ અનુક્રમે 09/11/2023 અને 26/11/2023ના રોજ યોજાના૨ હતી. જે વહીવટી કા૨ણોસ૨ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય ક૨વામાં આવ્યો છે. આ પરીક્ષાઓની નવી તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઇટ ૫૨ જાહે૨ ક૨વામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે. સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

Web Title: Gpsc recruitment 2023 exam time table gpsc calendar sarkari nokari government jobs ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×