GPSC Recruitment 2023, deputy section officer and deputy mamlatdar, exam date syllabus and preparation : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની કુલ 127 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગની કુલ 127 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અંગે અરજી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. હવે આગામી મહિનાઓમાં આ ભરતી અંગે પરીક્ષા પક્રિયા પણ શરુ થશે. ત્યારે અરજી કરનાર ઉમેદવારોએ કેવા પ્રકારની તૈયારી કરવી અને આ પરીક્ષા માટે અભ્યાસ ક્રમ કેવો રહેશે તે અંગે અહીં જણાવવામાં આવ્યું છે.
GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની પરીક્ષાની રૂપરેખા
પ્રાથમિક કસોટીનું હેતુલક્ષી પ્રકારનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર 200 ગુણ અને 2 કલાકના માટે રહેશે. અંધ ઉમેદવારોને પ્રાથમિક અને મુખ્ય લેખિત પરીક્ષામાં પેપર દીઠ પ્રતિ કલાક 20 મિનિટનો વળતર સમય આપવામાં આવશે. જેની મંજૂરી પરીક્ષા અગાઉ આયોગ પાસેથી લેવાની રહેશે.
GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની પ્રાથમિક કસોટી
અરજી કરેલા ઉમેદવારોએ સૌથી પહેલા પ્રાથમિક કસોટી આપવાની રહેશે. પ્રાથમિક કસોટીમાં હેતુલક્ષી પરીક્ષા આપવાની હોય છે. આ પરીક્ષાના પેપરમાં સામાન્ય અભ્યાસ હોય છે. પરીક્ષાનો સમયે બે કલાકનો રહેશે અને કુલ 200 ગુણનું પેપર રહેશે. પ્રાથમિક કસોટીમાં લાયક થયેલા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં ભાગ લેવાનો રહેશે. જે આ પ્રમાણે છે.
GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની મુખ્ય લેખિત પરીક્ષાના અભ્યાસક્રમના કુલ-4 પેપર રહેશે
| ક્રમ | વિષય | ગુણ | સમય |
| પ્રશ્નપત્ર -1 | ગુજરાતી ભાષા | 100 | 3 કલાક |
| પ્રશ્નપત્ર -2 | અંગ્રેજી ભાષા | 100 | 3 કલાક |
| પ્રશ્નપત્ર -3 | સામાન્ય અભ્યાસ-1 | 100 | 3 કલાક |
| પ્રશ્નપત્ર -4 | સામાન્ય અભ્યાસ-2 | 100 | 3 કલાક |
GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ
- ઇતિહાસ
- સાંસ્કૃતિક વારસો
- ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો
- ભારતીય અર્થતંત્ર અને આયોજન
- ભૂગોળ
- વિજ્ઞાન અને ટેક્નોલોજી
- સામાન્ય બૌધિક ક્ષમતા
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ – 100 ગુણ
- નિબંધઃ ત્રણ પૈકી કોઈપણ એક (આશરે 250થી 300 શબ્દોમાં, વર્ણાનાત્મક,વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સાંપ્રતિ સમસ્યા પર આધારિત) (15 ગુણ)
- વિચાર વિસ્તાર (બે પૈકી કોઈપણ એક) કાવ્ય પંક્તિઓ કે ગદ્યસૂક્તિનો વિચાર વિસ્તાર (આશરે 100 શબ્દોમાં) (10 ગુણ)
- સંક્ષેપીકરણઃ આપેલા ગદ્યખંડમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ (10 ગુણ)
- ગદ્યસમીક્ષાઃ આપેલા ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો (10 ગુણ)
- પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા (આશરે 150 શબ્દોમાં) (10 ગુણ)
- પત્રલેખન(અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરે) (100 શબ્દોમાં) (5 ગુણ)
- ચર્ચાપત્ર (આશરે 200 શબ્દોમાં) (વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય રજુ કરતું ચર્ચાપત્ર) (10 ગુણ)
- અહેવાલલેખન (200 શબ્દોમાં) (10 ગુણ)
- ભાષાંતરઃ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ (10 ગુણ)
- ગુજરાતી વ્યાકરણ
સૂચવ્યા મુજબ જવાબ લખો (આ પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો રહેશે નહીં)
- રૂઢિપ્રયોગોના અર્થ અને તેનો વાક્યપ્રયોગ
- કહેવતોનો અર્થ
- સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ
- છંદ ઓળખવો
- અલંકાર ઓળખવો
- શબ્દસમૂહ માટે એક શબ્દ
- જોડણી શુદ્ધિ
- લેખન શુદ્ધિ- ભાષા શુદ્ધિ
- સંધિ – જોડો કે છોડો
- વાક્યરચનાના અંગો, વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન
GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની પરીક્ષા પ્રશ્નપત્રો વિશે
- પેપર -1 અને પેપર- 2 ના પ્રશ્નપત્ર સ્તર ધો.12નું રહેશે તથા પેપર-3 તથા પેપર 4ના પ્રશ્નપત્રોનું સ્તર સ્નાતક કક્ષાનું રહેશે. પ્રત્યેક પેપર દીઠ સમય 3 કલાકનો રહેશે. પ્રાથમિક કસોડીમાં આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલી કેટેગરીવાઇઝ લાયકી ધોરણ જેટલા ગુણ ધરાવતા જાહેરાતમાં દર્શાવેલી જગ્યાનાં આશરે છ ગણા ઉમેદવારોને જ મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. પ્રાથમિક કસોટી તથા મુખ્ય લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રનો વિગતવાર અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ પર અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે.
- મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવેલા ઉમેદવારોએ તમામ 4 પ્રશ્નપત્રોમાં ઉપસ્થિત રહેવું ફરજિયાત છે. જો કોઈ ઉમેદવાર એક કે તેથી વધુ પ્રશ્નપત્રમાં ગેરહાજર રહેશે તો તેને પસંદગી માટે પાત્ર ગણવામાં આવશે નહીં.
- પ્રિલિમનરી ટેસ્ટમાં ઉમેદવારને કમ્પ્યુટરાઇઝ્ડ ખાસ પ્રકારની ઓએમઆર સીટ આપવામાં આવશે. પ્રશ્નપત્રના બધા પ્રશ્નો હેતુલક્ષી હશે. દરેક પ્રશ્નના જવાબદમાં એ,બી,સી,ડી અને ઇ એમ પાંચ વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ ઈ નોટ એટેમ્ટેડ તરીકેનો રહેશે. જો ઉમેદવાર પ્રશ્નનો જવાબ આપવા ન ઇચ્છતા હોય તો આ ઇ વિકલ્પ પસંદ કરી શકશે.
- પ્રાથમિક કસોટીમાં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં.. આખરી પરિણામ માત્ર મુખ્ય લેખિત પરીક્ષાના આધારે નિયત કરવામાં આવશે.
- પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. સિવાય કે મુખ્ય લેખિત પરીક્ષાના પેપર નંબર 2 અંગ્રેજીનું માધ્યમ બદા ઉમેદવારો માટે અંગ્રેજી રહેશે.
GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની પરીક્ષા કેન્દ્રોની વિગતો
- પ્રાથમિક પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇને આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવાની રહેશે. મુખ્ય લેખિત પરીક્ષા સંભવતઃ અમદાવાદ અને ગાંધીનગર ખાતે લેવામાં આવશે.
- પ્રાથમિક પરીક્ષા માટે પરીક્ષાનું સ્થળ, પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી આયોગની વેબસાઇટ https://gpsc-iass.gujarat.gov.in ઉપર મૂકવામાં આવશે. અને પ્રાથમિક પરીક્ષા માટેના પ્રવેશપત્ર http://gpsc-ojas.
- gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ઉમેદવારોએ ડાઉનલોડ કરવાના રહેશે.
- ઉમેદવારોને પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય લેખિત પરીક્ષામાં સ્વ ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.
GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ
GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની પરીક્ષાનું પરિણામ
- આખરી પરિણામ આયોગના નોટિસ બોર્ડ અને વેબસાઇટ પર મુકવામાં આવશે.
- આ પરિણામમાં ઉમેદવારના નામ, બેઠક ક્રમાંક, મેળવેલા કુલ ગુણતેમજ પસંદગીની વિગતો આપવામાં આવશે.
- આ પરિણામમાં અસફળ થયેલા ઉમેદવારોના બેઠક ક્રમાંક અને તેઓએ મેળવેલા ગુણની વિગતો આપવામાં આવશે.
- ઉક્ત જાહેરાત અન્વયે કોઈ પ્રતિક્ષાયાદી રહેશે નહીં.
GPSC Recruitment 2023: નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની પરીક્ષા માટે અગત્યની સુચના
- ઉમેદવારે પોતાની સાથે સેલ્યુલર ફોન, ટેબ્લેટ, પેજર અથવા બીજી કોઈ મોબાઇલ સંદેશા વ્યવહારના ઇલેક્ટ્રોનિક્સ બ્લૂટુથ વગેરે સાધનો પરીક્ષા ખંડમાં સાથે લઇ જવાની છૂટ નથી. જેના ભંગ બદલ ઉમેદવારો માટે નિર્દિષ્ટ કરાયેલી શિક્ષા પાત્ર બનશે.
- ઉમેદવાર પ્રાથમિક કસોટીમાં તથા મુખ્ય લેખિત પરીક્ષામાં કેલ્ક્યુલેટનો ઉપોયગ કરી શકશે નહીં.
- અંધ ઉમેદવારને જે લહિયો મળવાપાત્ર છે તે વ્યક્તિની શૈક્ષણિક લાયકાત સ્નાતકની પરીક્ષા પાસ કરેલી ન હોવી જોઈએ
- અંધ ઉમેદવરે જે લહિયો રાખવાનો હોય તેની સંપૂર્ણ વિગત નામ, સરનામું, શૈક્ષણિક લાયકાતની ઝેરોક્ષ નકલ આયોગની પરીક્ષા અગાઉ મોકલી આપવાની રહેશે અને તેની આયોગના ધારાધોરણ પ્રમાણે મંજૂરી મળ્યાની તેઓને જાણ કરવામાં આવશે.
- લહિયાની સુવિધા મેળવનાર ઉમેદવારોને પરીક્ષામાં દર કલાક દીઠ 20 મિનિટનો વળતર સમય મળવાપાત્ર રહેશે.
- ઉમેદવારોને ખાસ જણાવવાનું કે અરજીપત્રક તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન કોઈ ઉમેદવાર, આ જગ્યાના ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમોને જાહેરાતની જોગવાઈ તથા લાગુ પડતા અન્ય હુકમો મુજબ લાયકાત ધરાવતા નથી તે માલૂમ પડશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે.