GPSC Recruitment 2023, deputy section officer and deputy mamlatdar, last date, online application : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1, વર્ગ 2 અને વર્ગ 3ની બમ્પર ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની કુલ 127 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગની કુલ 127 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. રસધરાવતા ઉમેદવારોએ http://gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર 31 જુલાઈ 2023 રાત્રે 11.59 વાગ્યા સુધી અરજી કરવાની રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટનું નામ | નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર |
નાયબ સેક્શન અધિકારી | 120 જગ્યા |
નાયબ મામલતદાર | 07 જગ્યા |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ 2023 |
વયમર્યાદા | 35 વર્ષથી વધારે નહીં |
પગાર | રૂ.1,26,600 સુધી |
GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે પગાર ધોરણ
પસંદ કરાયેલા ઉમેદવારોને પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી 39,900થી 1,26,600 રૂપિયા પે મેટ્રીક્સના લેવલ-7ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મળાપાત્ર થશે.
GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી કરેલી હોવી જોઈએ. જે ઉમેદવાર હાજર થયો હોય અથવા હાજર થવાનો ઇરાદો ધરાવતો હોય અથવા અંતિમ પરિણામની રાહ જોતો હોય જરૂરી લાયકાતનું સેમેસ્ટર/વર્ષ, અરજી કરી શકે છે, પરંતુ ઉમેદવારે લાયકાત મેળવવી પડશે અને અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પહેલાં જાહેરાત મુજબ જરૂરી લાયકાત સબમિટ કરવાની રહેશે.
GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતીનું નોટિફિકેશન
રસધરાવતા ઉમેદવારો નીચે આપેલી પીડીએફમાં સંપૂર્ણ માહિતી વાંચી શકશે
GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે વયમર્યાદા
ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી અર્થાત 31 જુલાઈ 2023ના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ અને 35 વર્ષ સામાન્ય વહિવટ વિભાગના 29-9-2022ના જાહેરનામા ક્રમાંક NO/GS/11/2022/CRR/11/2021/450900/G.5 થતાં આયોગના હુકમ અતર્ગત 36 વર્ષ પુર્ણ કરેલ ન હોવા જોઈએ. ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખનાં રોજ ગણવામાં આવશે.
GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે કોણ અરજી કરી શકશે?
ભારતનો નાગરિક અથવા નેપાળનો પ્રજાજન અથવા ભૂતાનનો પ્રજાજન અરજી કરી શકશે. તિબેટનો નિર્વાસિત જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી 1 જાન્યુઆરી 1962 પહેલાં ભારતમાં આવેલા હોવા જોઈએ અથવા મૂળ ભારતીય વ્યક્તિ કે જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ, બર્મા, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા જેવા પૂર્વ આફ્રિકાના દેશો, સંયુક્ત પ્રજાસત્તાક તાંઝાનિયા ઝાંબિયા, મલાવી, ઝૈર, ઇથોપિયા અથવા વિયેટનામથી સ્થળાંતર કરીને આવેલા હોવા જોઈએ.
GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?
જાહેરાત સંદર્બમાં આયોગ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે 15 જુલાઈ 2023 બપોર 1 વાગ્યાથી 31 જુલાઈ 2023 વાગ્યા સુધી રાત્રીના 11.59 વાગ્યા સુધીમાં https://gpsc-ojas.gujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે વેબસાઇટ ઉપર દર્શાવ્યા પ્રમાણે એક પછી એક સ્ટેપ અનુસરવાના રહેશે.
GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે અરજી ફી ભરવી
રસધરાવતા ઉમેદવારોએ રૂ.100 અરજી ફી ભરવાની રહેશે. ઉમેદવારો અરજી ફી ભરવા માટે ઓનલાઇન અને પોસ્ટ ઓફિસમાં ભરી શકે છે.