scorecardresearch
Premium

GPSC Recruitment 2023, assistant professor bharti : જીપીએસસી દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરની કુલ 65 જગ્યાઓ પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC Recruitment 2023 notification date and online application : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિયોના આસિસ્ટન્ટ પ્રોફેસર, સામાન્ય રાજ્ય સેવા વર્ગ-1ની ભરતી માટે અરજીઓ મંગાવી છે.

GPSC recruitment 2023 | GPSC Bharti 2023 | Assistant Professor Recruitment | Assistant Professor bharti
જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર, વર્ગ 1ની 65 જગ્યાઓ પર ભરતી

GPSC Recruitment 2023, assistant professor bharti, last date, online apply : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આસિસન્ટન્ટ પ્રોફેસરની કુલ 65 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિયોના આસિસ્ટન્ટ પ્રોફેસર, સામાન્ય રાજ્ય સેવા વર્ગ-1ની ભરતી માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in ઉપર તારીખ 31 જુલાઈ 2023ના રાત્રે 1159 વાગ્યા સુધી અરજી કરી શકે છે. ઉમેદવારો ભરતી અંગેની વધારે માહિતી આયોગના નોટિસ બોર્ડ https://gpsc-ojas.gujarat.gov.in અથવા આયોગની વેસબાઈટ https://gpsc.gujarat.gov.in ઉપર જોઈ શકે છે.

GPSC Recruitment 2023 : જીપીએસસી ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
વિભાગનું નામઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ પ્રોફેસર
કુલ જગ્યા65
પગાર₹ 1,31,400
વયમર્યાદા44 વર્ષ કરતા વધારે નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2023
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in
જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર અંગે મહત્વની માહિતી

GPSC Recruitment 2023 : જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની વિગતવાર માહિતી

પોસ્ટનું નામકુલ જગ્યા
જનરલ મેડીસીન8
ટી.બી. એન્ડ ચેસ્ટ4
ઓર્થોપેડીક્સ15
રિડોયથેરાપી5
ઇમરજન્સી મેડીસીન5
કાર્ડિયોલોજી4
નેફ્રોલોજી5
ન્યુરોલોજી5
યુરોલોજી6
ન્યુરોસર્જરી2
પેડીયાટ્રીક સર્જરી2
પ્લાસ્ટીક એન્ડ રીકન્સ્ટ્રક્ટીવ સર્જરી3
મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી1
જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની વિવિધ જગ્યાઓની માહિતી

GPSC Recruitment 2023 : જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી માટે મહત્વની નોંધ

જીપીએસસી દ્વારા બહાર પડાયેલી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી અંગે મહત્વની નોંધ છે. ઉપર દર્શાવેલી જગ્યાઓ પૈકી એક પણ જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત નથી. પરંતુ આ જગ્યાઓ પૈકી દર્શાવ્યા મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જ અરજી કરવા પાત્ર છે. તમામ જગ્યાઓ ઉપર પગની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરવાના પાત્ર છે.

GPSC Recruitment 2023 : જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી માટે શૈક્ષણિક લાયકાત

જીપીએસસી દ્વારા બહાર પડાયેલી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી અંગે વિવિધ જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે. રસધરાવતા ઉમેદવારોએ આર્ટિકલમાં આપવામાં આવેલા નોટિફિકેશનને ધ્યાનથી વાંચી લેવું અને પોતાને સંલગ્ન લાયકાત અંગે માહિતી મેળવી લેવી.

GPSC Recruitment 2023 : જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી નોટિફિકેશન

GPSC Recruitment 2023 : જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતીમાં કેટલો મળશે પગાર?

જીપીએસસી દ્વારા બહાર પાડેલી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી પસંદ કરાયેલા ઉમેદવારોને પગાર તરીકે 1,31,400 રૂપિયા પે – મેટ્રીક્ષમાં ગ્રેડ પે આધારીત લેવલ 13એના આધારે મળશે.

GPSC Recruitment 2023 : જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતીમાં વય મર્યાદા કેટલી?

જીપીએસસીએ બહાર પાડેલી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. 44 વર્ષથી વધારે ઉંમરના ઉમેદવારો અરજી કરી શકશે નહીં. ઉમર ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. પ્રસ્તુત જગ્યાના ભરતી નિયમો અનુસાર વયમર્યાદા 43 વર્ષ છે.

GPSC Recruitment 2023 : જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતીમાં પસંદગી પક્રિયા કેવી રહેશે?

આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઉમેદવારોએ તબક્કાવાર પરીક્ષામાંથી પસાર થવું પડશે.

  • પ્રાથમિક કસોટીની પરીક્ષા પદ્ધતિ – સંબંધિત વિષયનું 200 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. જેનો સમયગાળો 180 મિનિટ્સનો રહેશે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારો 25 ટકાથી ઓછા ગુણ મેળવશે. તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં. જેમાં અનુસૂચત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારોને 20 ટકાથી ઓછા ગુણ મેળવશે તો તેમે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં.
  • રૂબરૂ મુલાકાત – રૂબરૂ મુલાકાતમાં આયોગની સૂચના – ધોરણો મુજબ જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ જગ્યાની સંખ્યાને ધ્યાનમાં લઈને અનુસરાવનું રહશે.

Web Title: Gpsc recruitment 2023 class 1 assistant professor post bharti notification online application last date government jobs ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×