GPSC Recruitment, Assistant Professor Exam Pattern 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આસિસન્ટન્ટ પ્રોફેસરની કુલ 65 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના આસિસ્ટન્ટ પ્રોફેસર, સામાન્ય રાજ્ય સેવા વર્ગ-1ની ભરતી માટેની અરજી પ્રક્રિયા પુર્ણ થઈ છે જ્યારે આગામી મહિનાઓમાં આ ભરતી માટે પરીક્ષા યોજાશે. ત્યારે આ પરીક્ષાને પેટર્ન કેવી રહેશે.એ અહીં જણાવવામાં આવ્યું છે.
GPSC Recruitment 2023 : જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની વિગતવાર માહિતી
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
જનરલ મેડીસીન | 8 |
ટી.બી. એન્ડ ચેસ્ટ | 4 |
ઓર્થોપેડીક્સ | 15 |
રિડોયથેરાપી | 5 |
ઇમરજન્સી મેડીસીન | 5 |
કાર્ડિયોલોજી | 4 |
નેફ્રોલોજી | 5 |
ન્યુરોલોજી | 5 |
યુરોલોજી | 6 |
ન્યુરોસર્જરી | 2 |
પેડીયાટ્રીક સર્જરી | 2 |
પ્લાસ્ટીક એન્ડ રીકન્સ્ટ્રક્ટીવ સર્જરી | 3 |
મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી | 1 |
GPSC Recruitment, Assistant Professor Exam Pattern : GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર પરીક્ષા પેટર્ન
GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર પરીક્ષા 2023ની તૈયારી કરી રહેલા ઉમેદવારોને ખૂબ જ ભલામણ કરવામાં આવે છે કે તેઓ GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર પરીક્ષા પેટર્ન 2023 વિગતવાર તપાસે. આનાથી ઉમેદવારોને GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર પરીક્ષા પેટર્નની જટિલતાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે.
GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર પરીક્ષા પેટર્ન 2023
પરીક્ષાનો સમયગાળો 3 કલાક
પ્રશ્નોની કુલ સંખ્યા 300 પ્રશ્નો
ભાગોની સંખ્યા ભાગ A (સામાન્ય અભ્યાસ) અને ભાગ B (સંબંધિત વિષય)
કુલ ગુણ 300 ગુણ
પ્રશ્નનો પ્રકાર ઉદ્દેશ્ય પ્રકાર બહુવિધ પસંદગીના પ્રશ્નો
GPSC Recruitment, Assistant Professor Exam Pattern : GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર ગુણ વિતરણ
દરેક વિભાગને આપવામાં આવેલા માર્ક્સનું ભારણ સમજવા માટે GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર માર્ક્સ ડિસ્ટ્રિબ્યુશન 2023 તપાસો. આનાથી તેમને તૈયારી કરતી વખતે દરેક વિભાગને કેવી રીતે પ્રાથમિકતા આપવી તે અંગે સ્પષ્ટતા કરવામાં મદદ મળશે.
પેપર | માક્સ | પ્રશ્નોની સંખ્યા (બધા ફરજિયાત) |
1 | 100 | 50 |
11 | 200 | 100 |
GPSC Recruitment, Assistant Professor Exam Pattern : જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતીમાં પસંદગી પક્રિયા કેવી રહેશે?
આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઉમેદવારોએ તબક્કાવાર પરીક્ષામાંથી પસાર થવું પડશે.
પ્રાથમિક કસોટીની પરીક્ષા પદ્ધતિ – સંબંધિત વિષયનું 200 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. જેનો સમયગાળો 180 મિનિટ્સનો રહેશે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારો 25 ટકાથી ઓછા ગુણ મેળવશે. તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં. જેમાં અનુસૂચત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારોને 20 ટકાથી ઓછા ગુણ મેળવશે તો તેમે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં.
રૂબરૂ મુલાકાત – રૂબરૂ મુલાકાતમાં આયોગની સૂચના – ધોરણો મુજબ જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ જગ્યાની સંખ્યાને ધ્યાનમાં લઈને અનુસરાવનું રહશે.