scorecardresearch
Premium

GPSC Recruitment 2023 | ગુજરાત જાહેર સેવા આયોગની કુલ 266 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની તમામ વિગતો વાંચો

GPSC Recruitment 2023 notification date and online application : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા નાયબ વિભાગ અધિકારી, આદિજાતિ વિકાસ અધિકારી, સહાયક નિયામક અને મદદનીશ પ્રોફેસર અને અન્ય પોસ્ટ 2023 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

GPSC recruitment 2023 | GPSC Bharti 2023 | Government jobs | Gujarat Government jobs | sarakari nokari |sarakari jobs
જીપીએસસી 266 જગ્યાઓ માટે ભરતી

GPSC recruitment 2023, class 2, class 3 bharti, last date online apply : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 2 અને વર્ગ 3ની વિવિધ 266 જગ્યાઓ ઉપર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત સરકારમાં નોકરી કરવા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા નાયબ વિભાગ અધિકારી, આદિજાતિ વિકાસ અધિકારી, સહાયક નિયામક અને મદદનીશ પ્રોફેસર અને અન્ય પોસ્ટ 2023 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

નોટિફિકેશન પ્રમાણે આ જગ્યાઓ ઉપર આજે 15 જુલાઈ 2023થી જ અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ઉમેદવારો 31 જુલાઈ 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકેશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે જીપીએસસીનું સત્તાવાર નોટિફિકેશન વાંચવાનું ભલતા નહીં.

GPSC Recruitment 2023 : જીપીએસસી અંગે મહત્વની માહિતી

સંસ્થાનું નામગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
પોસ્ટનું નામડેપ્યુટી સેક્શન ઓફિસર, આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ નિયામક અને મદદનીશ પ્રોફેસર અને અન્ય
કુલ ખાલી જગ્યાઓ266
નોકરીનો પ્રકારસરકારી
નોટિફિકેશનhttps://gpsc.gujarat.gov.in/newseventdetail?NewsID=19504
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાની શરુઆતની તારીખ15/07/2023
અરજી કરવાની છેલ્લી તારીખ31/07/2023
સત્તાવાર વેબસાઇટgpsc.gujarat.gov.in
ભરતી અંગે મહત્વની માહિતી

GPSC Recruitment 2023 : વિવિધ જગ્યાઓની વિગતે માહિતી

પોસ્ટનું નામખાલી જગ્યા
નાયબ વિભાગ અધિકારી, વર્ગ-III (સચિવાલય)120
નાયબ વિભાગ અધિકારી, વર્ગ-III (GPSC)07
આસિસ્ટન્ટ પ્રોફેસર65
આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ-226
કાયદા અધિકારી, ગુજરાત દવા સેવા, વર્ગ-202
મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર), વર્ગ-101
કુલ266
વિવિધ જગ્યાઓની માહિતી

GPSC Recruitment 2023 : જીપીએસસી ભરતી માટે લાયકાત, વયમર્યાદા

ઉમેદવારોએ અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે નીચે આપેલું જીપીએસસીનું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું

GPSC Recruitment 2023 : જીપીએસસી ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્યના આધારે કરવામાં આવશે.

GPSC Recruitment 2023 : જીપીએસસી ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

GPSC Recruitment 2023 : જીપીએસસી ભરતી માટે મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી 15/07/2023 ના રોજ શરૂ થાય છે (પ્રારંભ 01:00 PM)
  • ઓનલાઈન અરજીઓ 31/07/2023 ના રોજ સમાપ્ત થશે (01:00 PM સુધી)

GPSC Recruitment 2023 : જીપીએસસી ભરતી માટે સત્તાવાર વેબસાઇટ શું છે?

GPSC ની સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ છે

GPSC Recruitment 2023 : જીપીએસસી ભરતી માટે અરજી ફી

જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/- + લાગુ પોસ્ટલ શુલ્ક, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અને ગુજરાત રાજ્યની અસુરક્ષિત શ્રેણીના આર્થિક રીતે નબળા વિભાગ અને ભૂતપૂર્વ. સર્વિસમેન અને પી.એચ. ઉમેદવારોએ ફી લેવાની જરૂર નથી. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ભરવાની રહેશે.

Web Title: Gpsc recruitment 2023 class 1 2 266 post bharti notification online application last date government jobs ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×