scorecardresearch
Premium

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગમાં અધિક મદદનીશ ઈજનેરની ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC Recruitment 2023, GPSC bharti, notification, online apply : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC bharti 2023)એ તાજેતરમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. નોટિફિકેશન પ્રમાણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ 3ની જગ્યા માટે ભરતી બહાર પાડી છે.

GPSC Recruitment 2023 | GPSC bharti | Government jobs | Sarkari nokari | jobs alerts
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

GPSC Recruitment 2023, GPSC bharti, notification, online apply : ગુજરાત સરકારમાં નોકરીનું સપનું સેવીને મહેનત કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC bharti 2023)એ તાજેતરમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. નોટિફિકેશન પ્રમાણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ 3ની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો 30 નવેમ્બર 2023ના રોજ છેલ્લી તારીખ સુધી અરજી કરી શખે છે.

લાયક અને રસ ધરાવતા ઉમેદવારો અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)ની ભરતી અંગે લાયકાત, વય મર્યાદા સહિતની તમામ મહત્વની વિગતો જાણવા માટે આ આર્ટિકલ અંત સુધી વાંચો.

GPSC Recruitment 2023 : જીપીએસસી અધિક મદદનીશ ઈજનેરની ભરતી, મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટઅધિક મદદનીશ ઇજનેર (સિવિલ)
ભરતીગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત
જગ્યા5
અરજી ફી₹ 100
વય મર્યાદા18થી 35 વર્ષ સુધી
અરજી કરવાની છેલ્લી તારીખ30-11-2023
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

GPSC Bharti 2023 : જીપીએસસી અધિક મદદનીશ ઈજનેરની ભરતી, શૈક્ષણિક લાયકાત

ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીની સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી (B.E./B.Tech) અથવા અન્ય કોઈપણ શૈક્ષણિક યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ આ રીતે માન્યતા પ્રાપ્ત અથવા ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલ સંસ્થા અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ટેકનિકલમાંથી મેળવેલી હોવી જોઈએ.

GPSC Recruitment 2023 : જીપીએસસી અધિક મદદનીશ ઈજનેરની ભરતી, વય ર્યાદા

  • મુળ ગુજરાતના અનુસુચિત જાતિ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો – પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
  • મુળ ગુજરાતના અનુસુચિત જાતિ અને આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારો – દસ વર્ષ (આ છૂટછાટમાં મહિલા માટેની છૂટછાટ કે જે પાંચ વર્ષની છે. તેનો સમાવેસ થઈ જાય છે, વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં છૂટછાટ મળશે.)
  • મહિલા ઉમેદવારો – પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
  • માજી સૈનિકો, ઈ.સી.ઓ, એસ.સી.ઓ, સહિત ઉમેદવારો – સંરક્ષણ સેવામાં બજાવેલી સેવા ઉપરાંત બીજા ત્રણ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
  • દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો – દસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)

GPSC Recruitment 2023 : જીપીએસસી અધિક મદદનીશ ઈજનેરની ભરતી, અરજી ફી

લાયક અને રસ ધરાવતા ઉમેદવારો અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)ની ભરતી અંગે લાયકાત, વય મર્યાદા સહિતની તમામ મહત્વની વિગતો જાણવા માટે આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું

GPSC Recruitment 2023 : જીપીએસસી અધિક મદદનીશ ઈજનેરની ભરતી, અરજી ફી

સામાન્ય કેટેગરીના (બિન અનામત) ઉમેદવારે ભરવાની ફી 100 રૂપિયા પોસ્ટલ સર્વિસ ચાર્જ તથા ઓનલાઇન ફી ભરે તો 100 સર્વિસ ચાર્જ અરજી ફી ભરવાની રહેશે. મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ ફી ભરવાની નથી. ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.

Web Title: Gpsc recruitment 2023 additional assistant engineer gmc bharti notification government jobs online apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×