GPSC Exam Date 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પરીક્ષા : ગુજરાત સરકારમાં નોકરી માટે જીપીએસસી પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે આ સમાચાર ખાસ કામના છે. કારણ કે જીપીએસસીની 16 ફેબ્રુઆરી 2025ના રોજ યોજનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટર ઉપર જાહેરાત કરી છે.
જીપીએસસી અધ્યક્ષ હસમુખ પટેલે પોતાના એક્સ હેન્ડલ પર એક ટ્વીટ કરી 16 ફેબ્રુઆરી 2025માં રોજ લેવાનારી જીપીએસસી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. જેને લઈને હવે આ તારીખને લઈને GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે એક મોટી જાહેરાત કરી છે.’
16 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્યમાં યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા મુજબ, આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાશે, અને પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.
ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. હાલમાં, જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે, જ્યારે 4,000 ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદમાં જાહેર કરવામાં આવશે.