scorecardresearch
Premium

GPSC : જીપીએસસી નાયબ મામલતદાર પ્રિલિમ્સ પરીક્ષામાં 3342 ઉમેદવાર શોર્ટલિસ્ટ, અહીં ચેક કરો તમારું પરિણામ

GPSC Deputy Section Officer Class 3 Exam Result : જીપીએસસી ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ 3ની પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ શોર્ટલિસ્ટ ઉમેદવાર હવે નાયમ વિભાગ અધિકારીની મુખ્ય લેખિત પરીક્ષામાં બેસવા માટે લાયક ગણાશે

gpsc recruitment 2024 | GPSC exam date | GPSC exam calendar | Google news
જીપીએસસી પરીક્ષા પરિણામ

GPSC Deputy Section Officer Class 3 Exam Result : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ -3ના જીપીએસસી સીસીઇ પ્રિલિમ્સ 2023ના પરિણામ જાહેર કર્યા છે. જીપીસીએસસી દ્વારા 15/10/2024 ની જાહેરાત ક્રમાંક 42/2023-24 ના અનુસંધાનમાં લેવાયેલી સંયુક્ત સ્પર્ધાત્મક (પ્રિલિમિનરી) પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર કરી છે. જીપીએસસી સીસીઇ પ્રિલિમ્સ પરિક્ષામાં કુલ 3342 ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરાયા છે. આ શોર્ટલિસ્ટ યાદીમાં સામેલ ઉમેદવાર હવે નાયમ વિભાગ અધિકારી વર્ગ – 3 ની મુખ્ય લેખિત પરીક્ષામાં બેસવા માટે લાયક છે.

જીપીએસસી ડીવાયએસઓ પ્રિલિમ્સ પરીક્ષામાં 3342 ઉમેદવાર શોર્ટલિસ્ટ

ગુજરાત કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ (પ્રિલિમિનરી) પરીક્ષામાં આપનાર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ – gpsc.gujarat.gov.in પર પોતાનો પરિણામ જોઇ શકે છે. જીપીએસસી સીસીઇ પ્રિલિમ્સ પરિક્ષામાં 3342 ઉમેદવારો શોર્ટલિસ્ટ કરવામાં આવે છે. નિયમ અનુસાર શોર્ટલિસ્ટ ઉમેદવારોએ આયોગની સુચના મુજબ વિગતવાર અરજી ફોર્મમાં મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે ફરીથી અરજી કરવાની રહેશે.

જીપીએસસી નાયબ મામલતકાર વર્ગ 3ની પરિણામમાં કુલ 3342 ઉમેદવાર પાસ થયા છે, જે હવે મુખ્ય લેખિત પરીક્ષા માટે લાયક ગણાશે. આ પરિક્ષામાં પાસ થનાર ઉમેદવાર માટે કટ ઓફ માર્ક અને શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારની સંપૂર્ણ યાદી આપી છે.

આ પણ વાંચો | અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : સહાયક જુનિયર ક્લાર્કની 612 જગ્યાઓની ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

જીપીએસસી DySO પરીક્ષા પરિણામ 2024 આવી રીતે ચેક કરો ( GPSC DySO Result 2024)

જીપીએસસીની સત્તાવાર વેબસાઇટ gpsc.gujarat.gov.in ઓપન કરો
હવે વેબસાઈટના હોમ પેજ પર રિઝલ્ટ સેક્શન પર ક્લિક કરો
હવે રિઝલ્ટ સેક્શનમાં ડેપ્યુટી સેક્શન ઓફિર / નાયબ મામલતદાર વર્ગ -3 Eligibility List (Main) – 42/2023-24 લિંક પર ક્લિક
હવે કોમ્પ્યુટર પર ગુજરાત ડીવાયએસઓ પ્રિલિમ્સ પરિણામ 2024ની પીડીએફ ઓપન થશે
આ પીડીએફ ફાઈલને ડાઉનલોડ કરો અને તમારા કોમ્પ્યુટરમાં સેવ કરો.
આ પીડીએફમાં પ્રિલિમ્સમાં પાસ થનાર ઉમેદવારના નામ આપ્યા છે.

Web Title: Gpsc dyso result 2024 gpsc deputy mamlatdar class 3 exan result download check here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×