scorecardresearch
Premium

GPSC bharti calendar 2025 : ગુજરાત જાહેર સેવા આયોગે વર્ષ 2025 માટે ભરતી કેલેન્ડર જાહેર કર્યું, કઈ કઈ પોસ્ટ પર થશે ભરતી?

GPSC bharti calendar 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી- સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ 2025 દરમિયાન કરવાની જાહેરાતો અન્વયે સૂચિત કાર્યક્રમ જાહેર કર્યો છે.

GPSC bharti calendar 2025
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી કેલેન્ડર – photo – X @GPSC_OFFICIAL

GPSC bharti calendar 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી કેલેનડર : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટો માટે ભરતી બહાર પાડી હતી. જેની અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જોકે, ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોની આતુરતાનો અંત આવી ગયો છે. કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી- સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ 2025 દરમિયાન કરવાની જાહેરાતો અન્વયે સૂચિત કાર્યક્રમ જાહેર કર્યો છે.

ગુજરાત જાહેર સેવા આયોગે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર ટ્વીટ કરીને આ કેલેન્ડર અંગે માહિતી આપી હતી. જીપીએસસીએ અંદાજીત 1751 જગ્યાઓ માટેનું ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે. આ કેલેન્ડરમાં વર્ગ-1, વર્ગ-2ની ગુજરાત વહીવટી સેવાઓ, ગુજરાત મુલ્કી સેવાઓ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવાઓ સહિતની પોસ્ટ માટેની પરીક્ષાની સંભવીત તારીખો દર્શાવવામાં આવી છે.

ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું કે ભરતી કેલેન્ડરના નોટિફિકેશનમાં દર્શાવેલી જાહેરાતો માટેની મુખ્ય પરીક્ષાની તારીખો અને તેના આધારે રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ વખતો વખત જાહેર કરવામાં આવશે.

નોટિફિકેશન

ઉમેદવારો માટે સૂચનાઓ

  • જાહેરાત પ્રસિદ્ધ થવાનો અને પ્રાથમિક, મુખ્ય પરીક્ષાનો ઉપરોક્ત માસ સંભવિત છે. અન્ય ભરતી બોર્ડની પરીક્ષા અથવા એક કરતા વધારે પરીક્ષામાં કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સાઓમાં કે કોઈપણ કારણોસર જાહેરાત કે પરીક્ષાના માસમાં ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકારી છે.
  • જો વિભાગો તરફથી માંગણા પત્રક મોડા મોકલવામાં આવશે તો આયોગ દ્વારા જાહેરાત ભરતી કેલેન્ડર મુજબ પ્રસિદ્ધ કરી શકાશે નહીં.
  • ઉમેદવારોની આખરી પસંદગી અંગેના ધોરણો તથા અન્ય અગત્યની બાબતો ભરતી અંગેની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ થશે તેમાં દર્શાવવામાં આવશે.

વર્ષ 2025માં કઈ કઈ પોસ્ટની પરીક્ષાઓ યોજાવાની છે અને ઉમેદવારો માટે કઈ કઈ વધારે સૂચનાઓ આપવામાં આવી છે. જીપીએસસી ભરતી કેલેન્ડરની સમગ્ર માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

Web Title: Gpsc bharti calendar 2025 gujarat public service commission has announced the recruitment calendar for the year 2025 for which posts will the exam be conducted ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×