scorecardresearch
Premium

ગણપત યુનિવર્સિટી ભરતી 2024, ડીનથી લઈને પ્રોફેસર સુધી બમ્પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Ganpat university recruitment 2024, ગણપત યુનિવર્સિટી ભરતી 2024 : મહેસાણા અને આજુ બાજુના વિસ્તારોમાં રહેતા તેમજ નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે ગણપત યુનિવર્સિટીમાં નોકરી કરવાની સારી તક છે. અહીં ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

ગણપત યુનિવર્સિટી ભરતી 2024 |Ganpat university recruitment 2024
ગણપત યુનિવર્સિટી ભરતી 2024 photo facebook

Ganpat university recruitment 2024, ગણપત યુનિવર્સિટી ભરતી 2024 : શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ગણપત યુનિવર્સિટીમાં નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. ગણપત યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થા દ્વારા ડેપ્યુટી વાઈસ ચાન્સેલરથી લઈને ટ્યુટર સુધીની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જાહેરાતના 10 દિવસ સુધીમાં અરજી કરવાની રહેશે.

ગણપત યુનિવર્સિટી ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ, અરજી પ્રક્રિયા, અરજી તારીખ સહિતની તમામ મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગણપત યુનિવર્સિટી ભરતી અંગેની મહત્વની માહિતી

સંસ્થા ગણપત યુનિવર્સિટી
પોસ્ટવિવિધ
જગ્યાજાહેરાતમાં ઉલ્લેખ નથી
ભરતી જાહેર થયાની તારીખ19 જૂન 2024
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત બહાર પડ્યાના 10 દિવસની અંદર
ક્યાં અરજી કરવીwww.guni.ac.in
તમામ પોસ્ટની વિગતો જાણવાhttps://www.ganpatuniversity.ac.in/career/recruitment

ગણપત યુનિવર્સિટી ભરતીની પોસ્ટ અંગે

ગણપત યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા ભરતીના નોટિફિકેશન પ્રમાણે સંસ્થાના વિવિધ વિભાગો માટે ડેપ્યુટી પ્રો. વાઈસ ચાન્સેલર, એક્ઝિક્યુટીવ ડીન, ડીન, પ્રિન્સિપાલ, પ્રોફ્રેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ટ્યુટરની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

કયા કયા વિભાગોમાં ભરતી કરાશે

ગણપત યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલા ભરતીના નોટિફિકેશન પ્રમાણે આપેલા વિભાગોમાં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

  • એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી
  • મરિટાઈમ સ્ટડિઝ
  • મેનેજમેન્ટ સ્ટડિઝ
  • કમ્પ્યુટર એપ્લિકેશન
  • આર્કિટેક એન્ડ ડિઝાઈન
  • સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમાનિટિઝ
  • ફાર્માસી
  • નર્સિંગ
  • ફિઝિયોથેરાપી
  • સાયન્સ
  • એગ્રિકલ્ચર
  • સ્કિલ ડેવલોપમેન્ટ

આ ઉપરાંત યુનિવર્સિટી વિવિધ વિભાગ અને સેન્ટર ઓફ એક્સેલેન્સ માં વિવિધ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ માટે પણ અરજીઓ મંગાવી છે.

શૈક્ષણિક લાયકાત

ગણપત યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટ માટે વિવિધ લાયકાત માંગી છે. શૈક્ષણિક લાયકાત અંગે વધારે જાણકારી મેળવવા માટે ઉમેદવારે સંસ્થાની સસ્તાવાર વેબસાઈટ ઉપર મુલાકાત લેવાની રહેશે.

નોટિફિકેશન

ગણપત યુનિવર્સિટી ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ, અરજી પ્રક્રિયા, અરજી તારીખ સહિતની તમામ મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારો આ લિંક પર ક્લિક કરીને વિવિધ પોસ્ટના નોટિફિકેશન વાંચી શકશે.

કેવી રીતે અરજી કરવી

ગણપત યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે આપેલા સ્ટેપને અનુસરવા

  • ગણપત યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા પહેલા સંસ્થાની www.guni.ac.in વેબસાઈટ જવું
  • ત્યારબાદ કરિયર ઓપ્શન પર ક્લિક કરવું
  • જે ઉમેદવારને જે પોસ્ટ પર અરજી કરવી છે એના પર ક્લિક કરવી
  • ત્યારબાદ આપેલી માહિતી ધ્યાન પૂર્વક ભરવી
  • અરજી થયા બાદ પ્રીન્ટ કાઢી લેવી

આ પણ વાંચો

અરજી કરતા પહેલા ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા સંલગ્ન ભરતી અંગેનું નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચી લેવું અને ત્યારબાદ જ અરજી કરવી.

Web Title: Ganpat university recruitment 2024 dean to professor post bharti know here all about the job vacancy ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×