scorecardresearch
Premium

Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી ક્વિઝ રમો, ભગવાન ગણેશ વિશે 20 પ્રશ્નો અને જવાબો

Ganesh Chaturthi 2025 Quiz: આ ગણેશ ચતુર્થી પર તમારા જ્ઞાનને ચકાસો. ગણપતિ બાપા, તેમના વાહન, ભોગ અને આ તહેવારના ઇતિહાસ વિશે 20 મહત્વના સવાલોના જવાબ આપો.

Ganesh Chaturthi 2025 Quiz Gujarati | ગણેશ ચતુર્થી 2025 ક્વિઝ ગુજરાતી
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી 2025 ક્વિઝ 20 સવાલ અને જવાબ

Ganesh Chaturthi quiz Gujarati: ગણેશ ચતુર્થી એ એક એવો તહેવાર છે જે આખા ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર માત્ર ઉત્સાહ અને ઉલ્લાસ જ નહીં, પરંતુ જ્ઞાન અને ભક્તિનું પણ પ્રતીક છે. 20 સવાલ જવાબની આ ક્વિઝ દ્વારા આપણે ગણેશજી અને આ પવિત્ર તહેવાર વિશેના આપણા જ્ઞાનને ચકાસીએ.

ગણેશ ચતુર્થી વિશે ક્વિઝ – 20 સવાલ જવાબ

પ્રશ્ન 1: ગણેશ ચતુર્થી કયા હિન્દુ મહિનામાં ઉજવવામાં આવે છે?

જવાબ: ભાદરવા મહિનામાં (સુદ ચોથ)

પ્રશ્ન 2: ભગવાન ગણેશને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે?

જવાબ: ગણપતિ, વિનાયક, લંબોદર, એકદંત, ગજાનન.

પ્રશ્ન 3: ગણેશજીનું વાહન કયું છે?

જવાબ: મૂષક (ઉંદર).

પ્રશ્ન 4: ગણેશજીને સૌથી વધુ પ્રિય ભોગ કયો છે?

જવાબ: મોદક.

પ્રશ્ન 5: ગણેશજીના માતા-પિતાનું નામ શું છે?

જવાબ: ભગવાન શિવ અને માતા પાર્વતી.

પ્રશ્ન 6: ગણેશજીના મોટા ભાઈનું નામ શું છે?

જવાબ: કાર્તિકેય.

પ્રશ્ન 7: ગણેશજીની પત્નીઓનાં નામ શું છે?

જવાબ: રિદ્ધિ અને સિદ્ધિ.

પ્રશ્ન 8: કયા પ્રસિદ્ધ મહાકાવ્યના લેખનનો શ્રેય ગણેશજીને આપવામાં આવે છે?

જવાબ: મહાભારત.

પ્રશ્ન 9: ગણેશજીએ મહાભારત લખવા માટે પોતાના શરીરના કયા અંગનો ઉપયોગ કર્યો હતો?

જવાબ: પોતાના એક દંત (હાથીદાંત)નો.

પ્રશ્ન 10: ગણેશ ચતુર્થીનો તહેવાર સામાન્ય રીતે કેટલા દિવસ સુધી ચાલે છે?

જવાબ: 10 દિવસ.

પ્રશ્ન 11: મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆત કોણે કરી હતી?

જવાબ: લોકમાન્ય તિલક.

પ્રશ્ન 12: ગણેશજીની મૂર્તિનું વિસર્જન કયા દિવસે કરવામાં આવે છે?

જવાબ: અનંત ચતુર્દશીના દિવસે.

પ્રશ્ન 13: ગણેશજીને હિન્દુ ધર્મમાં કયા દેવતા તરીકે પૂજવામાં આવે છે?

જવાબ: વિઘ્નહર્તા અને શુભ કાર્યોના દેવતા.

પ્રશ્ન 14: ગણેશજીની બહેનનું નામ શું છે?

જવાબ: અશોક સુંદરી

પ્રશ્ન 15: ગણેશ ચતુર્થીના તહેવાર પર કયો ખાસ પ્રસાદ બનાવવામાં આવે છે?

જવાબ: મોદક.

પ્રશ્ન 16: દરેક શુભ કાર્ય કે પૂજામાં પ્રથમ પુજા કોની કરવામાં આવે છે?

જવાબ: શ્રી ગણેશ

પ્રશ્ન 17: ‘વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ’ મંત્ર કોના માટે છે?

જવાબ: ગણેશજી માટે.

પ્રશ્ન 18: ગણેશજીની મૂર્તિનું વિસર્જન શા માટે કરવામાં આવે છે?

જવાબ: પાણીમાં વિસર્જનનો અર્થ એ છે કે ગણેશજી ફરીથી કૈલાસ પર્વત પર તેમના માતા-પિતા પાસે પાછા ફરે છે. આ જીવનના ચક્ર અને પ્રકૃતિમાં ભળી જવાની ફિલસૂફી દર્શાવે છે.

પ્રશ્ન 19: કયા પ્રસિદ્ધ મંદિરમાં ગણેશજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હોવાનું માનવામાં આવે છે?

જવાબ: સિદ્ધિવિનાયક મંદિર (મુંબઈ).

પ્રશ્ન 20: ગણેશજીને કયા રંગ સૌથી વધુ પ્રિય છે?

જવાબ: સફેદ, લાલ અને પીળો.

15 ઓગસ્ટ વિશે ગુજરાતી ક્વિઝ

ભગવાન ગણેશજીનું દરેક અંગ વિશેષતા દર્શાવે છે

  • મોટું માથું: મહાન વિચારશક્તિ અને બુદ્ધિનું પ્રતીક છે.
  • મોટા કાન: બધી વાત ધ્યાનથી સાંભળવાનું સૂચવે છે.
  • નાની આંખો: ધ્યાનપૂર્વક વસ્તુઓનું અવલોકન કરવાનું દર્શાવે છે.
  • મોટું પેટ: બધું સારું અને ખરાબ પચાવી જઈને શાંત રહેવાનું પ્રતીક છે.

ભગવાન ગણેશ માત્ર એક દેવતા નથી, પરંતુ તે જ્ઞાન, બુદ્ધિ અને સકારાત્મકતાના પ્રતીક છે. તેમનું વ્યક્તિત્વ આપણને જીવનમાં આવતા વિઘ્નોને દૂર કરીને સફળ થવાની પ્રેરણા આપે છે.

Web Title: Ganesh chaturthi quiz gujarati

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×