GMC Recruitment 2024, GPSC Recruitment 2024, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટની ભરતી બહાર પાડી હતી. આ તમામ પોસ્ટની ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકામાં ફાયર ઓફિસર વર્ગ -2 અને ફૂડ ઇન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 3ની ભરતી માટે જગ્યાની સંખ્યામાં વધારો કરાયો છે અને ઓનલાઈન અરજી કરવાની તારીખ પણ લંબાવાઈ છે. બંને પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવા અલગ અલગ છેલ્લી તારીખ રાખવામાં આવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી ની મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટ | ફૂડ ઇન્સ્પેક્ટર, ફાયર ઓફિસર |
જગ્યા | 13 |
નોકરી સ્થાન | ગાંધીનગર મહાનગરપાલિકા |
અરજી કરવાની છેલ્લા તારીખ | વિવિધ |
સત્તાવાર વેબસાઈ | https://gpsc.gujarat.gov.in/ |
ક્યાં અરજી કરવી | https://gpsc-ojas.gujarat.gov.in/ |
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી, સુધારા કરાયેલી પોસ્ટ
પોસ્ટ | પહેલા જગ્યા | સુધારેલી જગ્યા |
ફાયર ઓફિસર | 1 | 2 |
ફૂડ ઇન્સ્પેક્ટર | 3 | 11 |
ઓનલાઈન અરજી કરવાની તારીખમાં કરાયેલો સુધારો
પોસ્ટ | અરજી કરવાની છેલ્લી તારીખ |
ફાયર ઓફિસર | 29 જુલાઈ 2024 (23:59) |
ફૂડ ઇન્સ્પેક્ટર | 07 ઓગસ્ટ 2024 (23:59) |
ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર , વર્ગ 3 માટે લાયકાત
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 3 માટે ઉમેદવારોની લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 39 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો ₹ 39,900થી ₹ 1,26,600 પે મેટ્રિક લેવલ 7 મુજબના ધારાધોરણ પ્રમાણે પગાર મળશે. આ ઉપરાંત ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સહિત અન્ય મહત્વની માહિતી જાણવા માટે આપેલુ નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
ફાયર ઓફિસર, વર્ગ 2 માટે લાયકાત
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે ફાયર ઓફિસર વર્ગ 2 માટે ઉમેદવારોની લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો ₹ 44,900થી ₹ 1,42,400 પે મેટ્રિક લેવલ 8 મુજબના ધારાધોરણ પ્રમાણે પગાર મળશે. આ ઉપરાંત ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સહિત અન્ય મહત્વની માહિતી જાણવા માટે આપેલુ નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
- GPSC ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો આપેલા પગલાં અનુસરવા
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી : SBI માં નોકરી મેળવવાની ઉત્તમ તક, લાખો રૂપિયા પગાર, માહિતી અહીં વાંચો
- દુધસાગર ડેરી ભરતી: મહેસાણામાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
- ગુજરાત પંચાયત ભરતી : ગુજરાત સરકારના આ ખાતામાં ₹ 60,000ની નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો બધી માહિતી
- ભારતીય રિઝર્વ બેંક ભરતી : આરબીઆઈમાં અધિકારી બનવાની સુવર્ણ તક, સારા પગારની નોકરી, વાંચો બધી જ માહિતી
ઉમેદવારોને ખાસ સુચના છે કે ભરતી માટે અરજી કરતા પહેલા ભરતી અંગે જાહેર થયેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાનપૂર્વ વાંચવું ત્યારબાદ જ અરજી કરવી.