scorecardresearch
Premium

ગાંધીનગર જનરલ હોસ્પિટલ ભરતી : ગાંધીનગરમાં નોકરી મેળવવાની જોરદાર તક, વોક ઈન ઈન્ટરવ્યૂથી થશે પસંદગી

Gandhinagar Civil hospital Recruitment : જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ દ્વારા વિઝિટિંગ તજજ્ઞોની કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ માટે સંસ્થા દ્વારા મહિનાના દર ગુરુવારે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

Gandhinagar Civil hospital Recruitment
ગાંધીનગર જનરલ હોસ્પિટલ ભરતી – photo – facbebook

Gandhinagar Civil hospital Recruitment, ગાંધીનગર જનરલ હોસ્પિટલ ભરતી : ગાંધીનગરમાં રહેતા અને મેડિકલનો અભ્યાસ કરેલા ઉમેદવારો માટે ગાંધીનગર જનરલ હોસ્પિટલમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ દ્વારા વિઝિટિંગ તજજ્ઞોની કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ માટે સંસ્થા દ્વારા મહિનાના દર ગુરુવારે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

ગાંધીનગર જનરલ હોસ્પિટલ ભરતી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકા, વોક ઈન ઇન્ટરવ્યૂ, વય મર્યાદા, અરજી કરવાની તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગાંધીનગર જનરલ હોસ્પિટલ ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાજી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ, ગાંધીનગર
પોસ્ટવિઝિટિંગ તજજ્ઞો
જગ્યાઉલ્લેખ નથી
અરજી મોડવોક ઈન ઈન્ટરવ્યૂ
ઈન્ટરવ્યૂ તારીખમહિનાના દર ગુરુવારે
સંસ્થાની વેબસાઈટwww.gmersmchgandhinagar.com

ગાંધીનગર જનરલ હોસ્પિટલ ભરતી માટે પોસ્ટની વિગતો

ચીફ મિનિસ્ટર સર્વિસ ઓફ એક્સપર્ટ ટ્રીટમેન્ટ યુનિટ (C.M.Setu) યોજના અંતર્ગત જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ ગાંધીનગર દ્વારા વિઝિટિંગ તજજ્ઞ સુપર સ્પેશિયાલિસ્ટની કરાર આધારિત જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. આ તમામ મંજૂર થયેલી જગ્યાઓની તદ્દન હંગામી ધોરણે, બિનસરકારી તેમજ 11 માસના કરાર આધારિત ભરતી કરવાની છે.

  • પ્લાસ્ટિક સર્જન
  • ગેસ્ટ્રોઇન્ટેરોલોજીસ્ટ
  • કાર્ડિયોલોજીસ્ટ
  • યુરોલોજીસ્ટ
  • ન્યુરોસર્જન
  • ન્યુરોલોજીસ્ટ
  • નેફ્રોલોજીસ્ટ
  • ઓન્કો સર્જન

શૈક્ષણિક લાયકાત

આ ભરતી અંતર્ગત ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે.

ક્યારે છે વોક ઈન ઈન્ટરવ્યૂ?

  • આ ભરતી પ્રક્રિયા દર માસના દર ગુરુવારે સવારે 11 કલાકે આપેલા સરનામા સ્થળે વોક ઈન ઈન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
  • જ્યાં સુધી આ પોસ્ટ ઉપર ઉમેદવાર પસંદ ન થાય ત્યાં સુધી દર માસના દર ગુરુવારે સવારે 11 વાગ્યાથી શરુ થશે.
  • રજીસ્ટ્રેશન માટે નિયમ નમુનામાં ભરેલા અરજી પત્રક, દર માસના દર ગુરુવારે સવારે 10.30 વાગ્યાથી 11 વાગ્યાથી સ્વીકારવામાં આવશે

ઈન્ટરવ્યૂ સ્થળ

તબીબી અધિક્ષકની કચેરી
જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગર

આ પણ વાંચોઃ- UPSC Recruitment 2024: CBIમાં આસિસ્ટન્ટ પ્રોગ્રામરની પોસ્ટ પર સરકારી નોકરી મેળવવાની શાનદાર તક, અહીં વાંચો બધી માહિતી

અરજી ફોર્મ

ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું કે સમયાંતરે ખાલી પડનાર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા વિષેની જાહેરાત વખતો વખત અત્રેની સંસ્થાની વેબસાઈ ઉપર મુકવામાં આવશે.

Web Title: Gandhinagar general hospital recruitment great opportunity to get a job in gandhinagar selection will be done through walk in interview ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×