ESIC Recruitment 2025,કર્મચારી રાજ્ય વીમા નિગમ ભરતી : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા અમદાવાદમાં આવેલી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માટે વિવિધ પોસ્ટની ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર સીધી ભરતી કરી ઉમેદવારો પસંદ કરવા હેતુ સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે. આ માટે ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં હાજ રહેવા માટે આમંત્રિત કર્યા છે.
કર્મચારી રાજ્ય વીમા નિગમ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
કર્મચારી રાજ્ય વીમા નિગમ ભરતીની માહિતી
| સંસ્થા | કર્મચારી રાજ્ય વીમા નિગમ |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | ઉલ્લેખ નથી |
| નોકરીનો પ્રકાર | એક વર્ષ માટે કરાર આધારિત |
| નોકરીનું સ્થળ | અમદાવાદ |
| ઈન્ટરવ્યૂ તારીખ | 15થી 17 એપ્રિલ 2025 |
| ઈન્ટરવ્યૂ સ્થળ | નીચે આપેલું છે |
| અરજી ક્યાં કરવી | https://www.esic.gov.in/recruitments |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 12-4-2025 |
કર્મચારી રાજ્ય વીમા નિગમ ભરતી પોસ્ટની વિગત
એનાટોમી, ફીઝીયોલોજી, બાયોકેમેસ્ટ્રી, ફાર્માકોલોજી, પૈથોલોજી, માઈક્રોબાયોલોજી,ફોરેંસિક મેડિસિન, કમ્યુનિટી મેડિસિન, જનરલ મેડિસિન, બાળરોગ, ત્વચા વિજ્ઞાન, મનોચિકિત્સા, એનેસ્થેસિયા, સામાન્ય સર્જરી, ઓર્થોપેડિક, ઈએનટી, નેત્રવિજ્ઞાન, પ્રસૂતિ અને સ્ત્રી રોગ, રેડિયો ડાયગ્નોસિસ અને દાંત રોગ વિભાગોમાં ઉમેદવારો પસંદ કરવાના છે.
શૈક્ષણિક લાયકાત
કર્મચારી રાજ્ય વીમા નિગમ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત માટે વધારે માહિતી જાણવા માટે સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવી.
પગાર ધોરણ
કર્મચારી રાજ્ય વીમા નિગમ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને સંસ્થા દ્વારા નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે પગાર મળવાપાત્ર રહેશે. સંતોષ કારક કામગીરી કરનાર ઉમેદવારોને કરારને વધારે ત્રણ વર્ષ સુધી કરી આપવાની જોગવાઈ છે.
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ esic.gov.in પર જવું પડશે.
- આ પછી તમારે ભરતી સંબંધિત સૂચના ડાઉનલોડ કરવી પડશે.
- આ પછી, સૂચનામાંથી અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
- હવે અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો જોડો.
- અરજીની રકમ માટે ડિમાન્ડ ડ્રાફ્ટ/બેંક ચેક બનાવો.
- નિયત સરનામે અરજી ફોર્મ મોકલો.
ભરતી જાહેરાત
ઈન્ટરવ્યૂ તારીખ અને સમય
| વિભાગ | ઈન્ટરવ્યૂ તારીખ | સમય |
| એનાટોમી, ફીઝીયોલોજી, બાયોકેમેસ્ટ્રી, ફાર્માકોલોજી, પૈથોલોજી, માઈક્રોબાયોલોજી | 15-4-2025 | સવારે 9 વાગ્યાથી |
| ફોરેંસિક મેડિસિન, કમ્યુનિટી મેડિસિન, જનરલ મેડિસિન, બાળરોગ, ત્વચા વિજ્ઞાન, મનોચિકિત્સા, એનેસ્થેસિયા | 16-4-2025 | સવારે 9 વાગ્યાથી |
| સામાન્ય સર્જરી, ઓર્થોપેડિક, ઈએનટી, નેત્રવિજ્ઞાન, પ્રસૂતિ અને સ્ત્રી રોગ, રેડિયો ડાયગ્નોસિસ અને દાંત રોગ | 17-4-2025 | સવારે 9 વાગ્યાથી |
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ઈન્ટરવ્યૂ સ્થળ
ડીન ઓફિસ, પહેલો માળ, ઈએસાઈસી જનરલ હોસ્પિટલ, નોરડા, નરોડા રેલવે ક્રોસિંગ પાસે, હિંમતનગર હાઈવે, પોસ્ટ ઓફિસ કુબેરનગર, અમદાવાદ, ગુજરાત – 382340