DRDO GTRE Apprentice Recruitment 2025, DRDO ભરતી 2025: સરકારી કંપનીમાં નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ગેસ ટર્બાઈન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (DRDO GTRE) એ એપ્રેન્ટિસની ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ યુવાનો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
DRDO ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ભરતીની મહત્વની તારીખો સહિત અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
DRDO ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા | ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) |
પોસ્ટ | એપ્રેન્ટિસ |
જગ્યા | 150 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
વય મર્યાદા | 18 વર્ષથી 27 વર્ષ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 8 મે 2025 |
ક્યાં અરજી કરવી | nats.education.gov.in |
DRDO ભરતી 2025 મહત્વની તારીખો
DRDO ભરતી અંતર્ગત ઓનલાઈન અરજી ભરવાની પ્રક્રિયા 9મી એપ્રિલ 2025થી શરૂ થઈ છે. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 8મી મે 2025 નક્કી કરવામાં આવી છે. પસંદગીના ઉમેદવારોની પ્રથમ મેરિટ લિસ્ટ 23 મે 2025ના રોજ અપેક્ષિત છે.
DRDO ભરતી 2025 પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
એન્જિનિયરિંગ | 75 |
નોન એન્જિનિયરિંગ | 30 |
તાલીમાર્થી | 20 |
તાલીમાર્થી | 25 |
કુલ | 150 |
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ માટે અલગ છે, તેથી ઉમેદવારોએ જે તે પોસ્ટ અંગેની શૈક્ષણિક લાયકાત વિશે જાણવા માટે આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચવું.
વય મર્યાદા
ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
કેટલું સ્ટાઈપેન્ડ મળશે?
એન્જિનિયરિંગ
- ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (BE/B.Tech/Equivalent) – ₹9000
- ડિપ્લોમા એપ્રેન્ટિસ – ₹8000
- ITI એપ્રેન્ટિસ – ₹7000
નોન-એન્જિનિયરિંગ- સામાન્ય પ્રવાહ
- ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (B.Com/BSc/BA/BCA/BBA)- ₹9000
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
કેવી રીતે અરજી કરવી?
- સૌપ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ nats.education.gov.in પર જવું પડશે.
- આ પછી તમારે હોમ પેજ પર આપેલ એપ્લિકેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે તમારી જાતને નોંધણી કરવી પડશે.
- આ પછી તમારે લોગ ઇન કરીને અરજી ફોર્મ ભરવાનું રહેશે.
- હવે અરજી ફોર્મ તપાસો અને તે પછી તમારી ફી સબમિટ કરો.
- આ પછી, એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને ભવિષ્યમાં ઉપયોગ માટે તેની પ્રિન્ટઆઉટ લો.