Dahod Collector Office Recruitment 2024, દાહોદ કલેક્ટર કચેરી ભરતી : દાહોદમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે દાહોદમાં જ તગડા પગારની નોકરી મેળવવાની સૂવર્ણ તક આવી ગઈ છે. દાહોદ કલેક્ટર કચેરી દ્વારા કાયદા સલાહકારની જગ્યા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ભરવા માટે દાહોદ કલેક્ટર કેચરી તરફથી લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. તેમજ રૂબરુ મુલાકાત બાદ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
દાહોદ કલેક્ટર કચેરી ભરતી માટે પોસ્ટની વિગતો, ખાલી જગ્યા, નોકરીનો પ્રકાર, અરજી કરવાની પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલા સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા. ઉમેદવારોએ 20 જુલાઈ 2024 છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.
દાહોદ કલેક્ટર કચેરી ભરતી માટે મહત્વની વિગત
સંસ્થા | દાહોદ કલેક્ટર કચેરી |
પોસ્ટ | કાયદા સલાહકાર |
જગ્ય | 1 |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
અરજી ફી | ₹ 100 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://dahod.gujarat.gov.in/home |
દાહોદ કલેક્ટર કચેરી ભરતી, પોસ્ટની વિગત
દાહોદ કલેક્ટર ઓફિસ દ્વારા જાહેર કરેલી ભરતી અંતર્ગત કાયદા સલાહકારની જગ્યા માટે અરજી મંગાવી છે. આ ભરતીમાં ઉમેદવારની 11 માસના કરાર અધારીત પસંદગી કરવામાં આવશે.
દાહોદ કલેક્ટર કચેરી ભરતી, કાયદા સલાહકાર માટે લાયકાત
આ અંગેના અરજી પત્રકના નમૂનો, લાયકાત તથા અનુભવ અંગે મહેસૂલ વિભાગના 6 માર્ચ 2012ના ઠરાવથી નક્કી કરેલ પરિશિષ્ટ-1, પરિશિષ્ટ -2 તથા પરિશિષ્ટ-3 કલેક્ટર કચેરી, દાહોદની વેબસાઈટ Dahod.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે.
દાહોદ કલેક્ટર કચેરી ભરતી, પગાર ધોરણ અને વય મર્યાદા
સરકારના મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક: મકમ/102019/1519/ન અંતર્ગત દાહોદ જિલ્લા માટે કરાર આધારીક કાયદા સલાહકારની જગ્યા માટે પગાર ધોરણની વાત કરીએ તો 11 માસના કરાર આધારિત 60,000 રૂપિયા ફિક્સ પ્રતિ મહિના વેતન આપવામાં આવશે. આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધુ હોવી ન જોઈએ.
દાહોદ કલેક્ટર કચેરી ભરતી માટે કેવી રીતે અરજી કરવી
- લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ દાહોદ કલેક્ટર કચેરીની સત્તાવાર વેબસાઈટ https://dahod.gujarat.gov.in/home ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવું
- ફોર્મમાં માંગેલી માહિતી ભરીને લાયકાત તથા અનુભવના આધારના પ્રમાણત નકલો ફોર્મ સાથે બિડાણ કરવી
- ફી પેટે કલેક્ટર કચેરી, દાહોદના નામનો 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવાનો રહેશે.
- અરજી સીલ બંધ કરવામાં આપેલા એડ્રેસ ઉપર મોકલી આપવાની રહેશે.
- તારીખ 20 જુલાઈ 2024ના સાંજના છ વાગ્યા સુધીમાં મળી જાય એ પ્રમાણે આર.પી.એ.ડી.થી મોકલવાની રહેશે.
નોટિફિકેશન અને અરજી ફોર્મ
આ પણ વાંચો
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં એક લાખ રૂપિયાની નોકરી મેળવવાની ઉત્તમ તક, વાંચો બધી જ માહિતી
- ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગાંધીનગરમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, વાંચો સંપૂર્ણ માહિતી
અરજી મોકલવાનું સરનામું
ઉમેદવારોએ સીલ બંધ કરવામાં કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, છાપરી, તા.જી. દાહોદ – 389151ની રજિસ્ટર શાખામાં તારીખ 20 જુલાઈ 2024ના સાંજના છ વાગ્યા સુધીમાં મળી જાય એ પ્રમાણે આર.પી.એ.ડી.થી મોકલવાની રહેશે.