CUET UG 2024 date change, સીયુઈટી યુજી પરીક્ષા : CUET UG અરજદારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. લોકસભાની ચૂંટણીને કારણે એવી સંભાવના છે કે CUET-UG પરીક્ષાની તારીખો બદલવી પડી શકે છે. યુજીસીના અધ્યક્ષ જગદીશ કુમારના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણીના સમયપત્રકના આધારે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ-યુજીના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે.
સીયુઈટી યુજી પરીક્ષા : 15 થી 31 મે દરમિયાન હાથ ધરવામાં આવશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ગયા મંગળવારે CUET-UG 2024 પરીક્ષાની તારીખોની જાહેરાત કરી હતી. CUET-UG 2024 15 થી 31 મે દરમિયાન હાથ ધરવામાં આવશે અને પરિણામ 30 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. બીજી તરફ ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. એવી શક્યતા છે કે આ મહિને લોકસભા ચૂંટણીનું શેડ્યૂલ જાહેર થઈ શકે છે.
સીયુઈટી યુજી પરીક્ષા : CUET-UG માટેની અરજી પ્રક્રિયા મંગળવારથી શરૂ થઈ હતી અને 26 માર્ચે સમાપ્ત થશે
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના વડા કુમારે કહ્યું છે કે, “NTA દ્વારા જાહેર કરાયેલી તારીખો કામચલાઉ છે. ચૂંટણીની તારીખો જાહેર થયા પછી, NTA CUET-UGની તારીખોને અંતિમ રૂપ આપશે. કામચલાઉ રીતે, પરીક્ષા 15 મેથી યોજવાની દરખાસ્ત છે. છે.” CUET-UG માટેની અરજી પ્રક્રિયા મંગળવારથી શરૂ થઈ હતી અને 26 માર્ચે સમાપ્ત થશે.
આ પણ વાંચોઃ- RRB Recruitment 2024, ઇન્ડિયન રેલવે ભરતી, 9000 ટેકનિશિયનની બંપર ભરતી, પાગર, અરજી ફી સહિતની સંપૂર્ણ માહિતી
સીયુઈટી યુજી પરીક્ષા હાઇબ્રિડ મોડમાં લેવાશે
NTA એ જાહેરાત કરી છે કે પરીક્ષા હાઇબ્રિડ મોડમાં લેવામાં આવશે – કેટલાક વિષયો માટે કમ્પ્યુટર-આધારિત કસોટી અને અન્ય માટે પેન-અને-પેપર મોડમાં પરીક્ષા લેવાશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ સંખ્યામાં રજીસ્ટ્રેશન ધરાવતા વિષયો માટે, પરીક્ષા ઓપ્ટિકલ માર્ક રેકગ્નિશન (OMR) ફોર્મેટનો ઉપયોગ કરીને પેન-અને-પેપર મોડમાં લેવામાં આવશે. અન્ય માટે પરીક્ષા કોમ્પ્યુટર આધારિત મોડમાં લેવામાં આવશે.