scorecardresearch
Premium

બાળ સુરક્ષા ગૃહ આણંદ ભરતી : ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની ઉત્તમ તક, વોક ઈન ઈન્ટરવ્યૂ થકી પસંદગી

બાળ સુરક્ષા ગૃહ આણંદ ભરતી : ગુજરાચત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલી બાળ સંભાળ ગૃહ (ચિલ્ડ્રન હોમ ફો બોયઝ) આણંદ માટે નોકરીની જાહેરાત બહાર પાડી છે.

child protection home Anand recruitment 2024
બાળ સુરક્ષા ગૃહ આણંદ ભરતી – photo – Freepik

Child protection home Anand recruitment 2024,બાળ સુરક્ષા ગૃહ આણંદ ભરતી : આણંદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાચત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલી બાળ સંભાળ ગૃહ (ચિલ્ડ્રન હોમ ફો બોયઝ) આણંદ માટે નોકરીની જાહેરાત બહાર પાડી છે. આ માટે સંસ્થા દ્વારા નોટીફિકેશન બહાર પાડ્યું છે.

તાજેતરમાં બહાર પાડેલી નોકરી માટે વિવિધ પોસ્ટ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

બાળ સંભાળ ગૃહ આણંદ ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાબાળ સંભાળ ગૃહ આણંદ
પોસ્ટવિવિધ
જગ્યા4
વય મર્યાદા21થી 40 વર્ષ વચ્ચે
નોકરીનો પ્રકારકરાર આધારિત
ઇન્ટરવ્યૂ તારીખ3 ઓગસ્ટ 2024
રજીસ્ટ્રેશન સમયસવારે 9 વાગ્યથી 11 વાગ્યા સુધી

બાળ સુરક્ષા ગૃહ આણંદ ભરતી માટે પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
પી.ટી.ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર1
રસોઈયા1
હેલ્પર કમ નાઈટ વોચમેન1
હાઉસકીપર1

બાળ સુરક્ષા ગૃહ આણંદ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • પી.ટી. ઈન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર : DPED, C.P.Ed. B.P.Ed ઉપરાંત સમાન ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ
  • રસોઈયો : સરકાર માન્ય સંસ્થામાંથી ધોરણ 10 પાસ
  • હેલ્પર કમ નાઈટ વોચમેન : સરકાર માન્ય સંસ્થામાંથી ધોરણ 10 પાસ
  • હાઉસકીપર : સરકાર માન્ય સંસ્થામાંથી ધોરણ 10 પાસ

બાળ સુરક્ષા ગૃહ આણંદ ભરતી માટે પગાર ધોરણ

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ભારત સરકારની મિશન વાત્સવ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલા બાળ સંભાળ ગૃહ આણંદ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારિત ભરતી થશે. આ માટે પગાર ધોરણ નીચે પ્રમાણે છે.

પોસ્ટપગાર
પી.ટી.ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર₹12,318
રસોઈયા₹12,026
હેલ્પર કમ નાઈટ વોચમેન₹11,767
હાઉસકીપર₹11,767

વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ

  • સરનામું – જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, અતિથિ ગૃહની બાજુમાં, અમૂલ ડેરી સામે, આણંદ – 388001, જી. આણંદ
  • તારીખ – 3 ઓગસ્ટ 2024
  • રજીસ્ટ્રેશન સમય – સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી

ઉમેદવારોએ ધ્યાનમાં લેવા જેવી બાબતો

  • નિયત રજીસ્ટ્રેશન સમય બાદ આવેલા ઉમેદવારના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં.
  • વોક ઈન ઈન્ટરવ્યૂ વખતે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, તમામ જરૂરી શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો, ઓળખ અંગેનો પુરાવો, અસલ તેમજ તેની સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
  • ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણાવામાં આવશે
  • નિયત ધોરણ, લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં.

ભરતીની જાહેરાત

તાજેતરમાં બહાર પાડેલી નોકરી માટે વિવિધ પોસ્ટ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલી જાહેરાત ચોક્કસ વાંચવી.

આ પણ વાંચો

ખાસ નોંધ – જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સવ્યની માર્ગદર્શિકા 2022માં થતા તમામ ફેરફારને બંધનકર્તા રહેશે. જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી કે રદ કરવી કે તેમાં ફેરફાર કરવા અંગેનો અબાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતી આણંદનો રહેશે.

Web Title: Child protection home anand recruitment 2024 walk in interview for jobs in anand 10 th pass candidate can apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×