scorecardresearch
Premium

કચ્છ-સૌરાષ્ટ્રમાં ભરતી : રાજકોટ ઝોનની વિવિધ નગરપાલિકાઓમાં નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી

chief officer recruitment 2025 : રાજકોટ ઝોન ચીફ ઓફિસર ભરતી અંતર્ગત ચીફ ઓફિસર પોસ્ટની વિગતો, નગરપિલાકના નામ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુનું સ્થળ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

chief officer recruitment 2025, Rajkot zone
રાજકોટ ઝોન ચીફ ઓફિસર ભરતી – Photo-freepik

chief officer recruitment 2025, Rajkot zone, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભરતી : કચ્છ અને સૌરાષ્ટ્રમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સાર તક આવી ગઈ છે. પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા રાજકોટ ઝોનમાં આવતી વિવિધ નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.

રાજકોટ ઝોન ચીફ ઓફિસર ભરતી અંતર્ગત ચીફ ઓફિસર પોસ્ટની વિગતો, નગરપિલાકના નામ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુનું સ્થળ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

રાજકોટ ઝોન ચીફ ઓફિસર ભરતીની મહત્વની માહિતી

સંસ્થાપ્રાદેશિક કમિશનર કચેરી, રાજકોટ ઝોન
પોસ્ટચીફ ઓફિસર
જગ્યાઅંદાજીત 10
નોકરીનો પ્રકારકરાર આધારીત
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ28-4-2025થી 31-12-2025 સુધી દર સોમવારે
ઈન્ટરવ્યુ સ્થળરાજકોટ

પોસ્ટની વિગત

પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોનના તાબાની નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની ખાલી પડેલી જગ્યા ઉપર સરકારી કર્મચારી-અધિકારીઓને વય નિવૃત્તિ બાદ કરારના ધોરણે ભરતી કરવા અંગે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.

કઈ કઈ નગરપાલિકામાં ખાલી જગ્યા

નગરપાલિકાનું નામનગરપાલિકાનો વર્ગ
કુતિયાણા નગરપાલિકા
રાણાવાવ નગરપાલિકા
રાપર નગરપાલિકા
મુન્દ્રા બારોઈ નગરપાલિકા
માળિયા મિયાણા નગરપાલિકા
ટંકારા નગરપાલિકા
ખંભાળિયા નગરપાલિકા
ઓખા નગરપાલિકા
જામરાવલ નગરપાલિકા
ધ્રોલ નગરપાલિકા

લાયકાત

  • નિવૃત નાયબ કલેક્ટર, નિવૃત મામલતદાર, નિવૃત નાયબ માલતદાર
  • રાજ્ય સરકારના વિવિધ ખાતાઓમાંથી તથા રાજ્યની મહાનગરપાલિકા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ, સરદાર સરોવર નર્મદા નિગમ લી, ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ તેમજ જિલ્લા પંચાયત મહેકમમાંથી નિવૃત થયેલા નાયબ કાર્યપાલક ઈજનેર
  • 62 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા હોવા જોઈએ
  • ખાનગી અહેવાલ સારા હોવા જોઈએ
  • ખાતાકીય તપાસ ચાલુ ન હોવી જોઈએ

પગાર ધોરણ

  • નિવૃત નાયબ કલેક્ટર-₹60,000
  • નિવૃત મામલતદાર-₹40,000
  • નિવૃત કાર્યપાલક ઈજનેર વર્ગ-2-₹40,000
  • નિવૃત નાયબ મામલતદાર-₹30,000

ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું

ઉમેદવારે ઈન્ટરવ્યુ સમયે અરજીપત્ર સાથે નિવૃત્તિનો હુકમ, જન્મનું પ્રમાણપત્ર, છેલ્લા 5 વર્ષના ખાનગી અહેવાલો, ખાતાકીય તપાસ ચાલુ ન હોવા અંગેનું પ્રમાણપત્ર વગેરેની સ્વ પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.

ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતીની જાહેરાત

ઈન્ટવ્યુ તારીખ, સમય અને સ્થળ

  • ઈન્ટરવ્યુ તારીખ– 28-4-2025થી 31-12-2025 સુધી દર સોમવારે
  • સમય – બપોરે 12 કલાકે
  • સ્થળ – પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓી કચેરી, જિલ્લા સેવા સદન-3, ત્રીજોમાળ, સરકારી પ્રેસની બાજુમાં, રીડ ક્લબ રોડ, રાજકોટ

Web Title: Chief officer recruitment 2025 in rajkot zone kutch saurashtra nagarpalika walk in inter view date and time place ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×