scorecardresearch
Premium

Chief officer Bharti : આણંદની વિવિધ નગરપાલિકા કચેરીઓમાં ચીફ ઓફિસરની ભરતી, અહીં વાંચો બધી જ માહિતી

Chief officer Bharti : પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરીઓમાં ભરતી બહાર પડાવામાં આવી છે. પ્રાદેશિક કમિશ્નર કચેરી દ્વારા ચીફ ઓફિસરની ભરતી કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

Chief officer Bharti
ચીફ ઓફિસર ભરતી – photo – Social media

Chief officer Bharti, ચીફ ઓફિસર ભરતી : ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરીઓમાં ભરતી બહાર પડાવામાં આવી છે. પ્રાદેશિક કમિશ્નર કચેરી દ્વારા ચીફ ઓફિસરની ભરતી કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

ચીફ ઓફિસર ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, અરજી કરવાની રીત સહિતની વિવિધ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ચીફ ઓફિસર ભરતી માટે મહત્વની વિગતો

સંસ્થાપ્રાદેશિક કમિશ્નર કચેરી
પોસ્ટચીફ ઓફિસર
જગ્યાઉલ્લેખ નથી
વય મર્યાદા62 વર્ષથી વધુ નહીં
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યુ
ઇન્ટરવ્યૂ તારીખ26 સપ્ટેમ્બર 2024

ચીફ ઓફિસર ભરતી, પોસ્ટની વિગતો

નગરપાલિકાનું નામજિલ્લોનગરપાલિકાનો વર્ગ
પેટલાદઆણંદ
સોજીત્રાઆણંદ

લાયકાત

બ વર્ગ માટે નિવૃત મામલતદાર ઉપરાંત રાજ્યની મહાનગરપાલિકાઓ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગુજરાત જળ સંપતિ વિકાસ નિગમ, સરદાર સરોવર નર્મદા નિગમ લી, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ તથા જિલ્લા પંચાયતના મહેકમમાંથી નિવૃત થયેલા નાયબ કાર્યપાલક ઈજનરે (સિવિલ-મિકેનિકલ) અને ક તથા ડ વર્ગની નગરપાલિકા માટે નિવૃત નાયબ મામલતદાર તેમજ ઉપર મુજબના નિવૃત થયેલા નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ-મિકેનિકલ) વોક ઈન ઈન્ટરવ્યુમાં હાજર રહી શકશે.

પગાર

બ વર્ગના ચીફ ઓફિસરને 40,000 તથા ક અને ડ વર્ગના ચીફ ઓફિસરને 30,000 માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

ઉમેદવાર 62 વર્ષથી ઓછી ઉંમરના હોવા જોઈએ. તેઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ ચાલુ ન હોવી જોઈએ તેમજ તેમના છેલ્લા 10 વર્ષના ખાનગીઅહેવાલ સારા હોવા જોઈએ.

વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સરનામું

આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ 26 સપ્ટેમ્બર 2024ના રોજ 11 વાગ્યા દરમિયાન પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન, છઠ્ઠા માળે, વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલ પાસે, કારેલીબાગ, વડોદાર ખાતે સ્વપ્રમાણિત નકલ સાથે સ્વખર્ચે જરૂરી અસલ પ્રમાણપત્ર અને છેલ્લા 10 વર્ષના ખાનગી અહેવાલ સાથે વોક ઈન ઈન્ટરવ્યુમાં હાજર રહેવું.

ભરતીની જાહેરાત

આ પણ વાંચોઃ- ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : વર્ગ- 1 અને વર્ગ -2ની નોકરી મેળવવા માટે કરો અરજી, વાંચો બધી જ માહિતી

ભરતી અંગે શરતો બાબતે વધુ જાણકારી કામકાજના સમય દરમિયા અત્રેની કચેરીના ટેલિફોન નંબર 0265 – 2493313 પર સંપર્ક અથવા અત્રેની કચેરીનો રૂબરૂમાં સંપર્ક કરવો.

Web Title: Chief officer bharti in various municipal offices of gujarat walk in interview read all information how to apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×