CBSE 10th and 12th Time Table 2025: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. આ વખતે 10મા અને 12માની બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરી 2024થી લેવાશે. CBSE દ્વારા તેની અધિકૃત વેબસાઇટ cbse.gov.in પર ધોરણ 10 અને ધોરણ 12 નું સંપૂર્ણ ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે આ વખતે CBSE એ પરીક્ષા શરૂ થવાના લગભગ 86 દિવસ પહેલા તેની ડેટશીટ જાહેર કરી છે, જેથી બાળકોને પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળી શકે. તમને જણાવી દઈએ કે 2023માં CBSEએ 13મી ડિસેમ્બર 2023ના રોજ ધોરણ 10 અને ધોરણ 12ની ડેટ શીટ બહાર પાડી હતી.
ડેટશીટ અનુસાર, સીબીએસઈ સેકેન્ડરી સ્કૂલ પરીક્ષા 2025 (ધોરણ 10) 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ 18 માર્ચ 2025 સુધી ચાલશે. સીબીએસઈ સિનીયર સ્કૂલ સર્ટિફિકેટ એગ્ઝામિનેશન 2025 (ધોરણ 12) માટે પણ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ 4 એપ્રિલ 2025 સુધી ચાલશે.