CBSE recruitment 2025, સીબીએસઈ ભરતી : સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડનરી એજ્યુકેશન દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા જુનિયર આસિસ્ટન્ટ અને સુપ્રીટેન્ડેન્ટની કુલ 212 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
સીબીએસઈ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, લાયકાત સહિત તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર ધ્યાન પૂર્વક વાંચવા.
સીબીએસઈ ભરતી માટે અગત્યની માહિતી
| સંસ્થા | સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) |
| પોસ્ટ | જુનિયર આસિસ્ટન્ટ અને સુપ્રીટેન્ડેન્ટ |
| જગ્યા | 212 |
| નોકરીનો પ્રકાર | સરકારી નોકરી |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| નોકરીનું સ્થળ | સમગ્ર ભારતમાં |
| વયમર્યાદા | 27થી 30 |
| અરજી ફી | ₹800 |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 1 જાન્યુઆરી 2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જાન્યુઆરી 2025 |
| ક્યાં અરજી કરવી | https://www.cbse.gov.in |
સીબીએસઈ ભરતી, પોસ્ટની વિગતો
| કેટેગરી | સુપ્રીટેન્ડેન્ટ | જુનિયર આસિસ્ટન્ટ |
| UR | 59 | 5 |
| SC | 21 | 9 |
| ST | 10 | 9 |
| OBC | 38 | 34 |
| EWS | 14 | 13 |
| કુલ | 142 | 70 |
શૈક્ષણિક લાયકાત
સુપ્રીટેન્ડેન્ટ
- માન્ય યુનિવર્સિટી અથવા સમકક્ષમાંથી સ્નાતકની ડિગ્રી
- વિન્ડોઝ, એમએસ-ઓફિસ, મોટા ડેટાબેઝનું સંચાલન અને ઈન્ટરનેટ જેવી કોમ્પ્યુટર/કોમ્પ્યુટર એપ્લિકેશનનું કાર્યકારી જ્ઞાન
જુનિયર આસિસ્ટન્ટ
- સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવુ જોઈએ.
- ટાઇપિંગ સ્પીડ 35 w.p.m. અંગ્રેજીમાં અથવા 30 w.p.m. માં, કમ્પ્યુટર પર હિન્દી (35 w.p.m. અને 30 w.p.m.સરેરાશ 10500 KDPH/ 9000 KDPH ને અનુરૂપ છે
વય મર્યાદા અને પગાર ધોરણ
| પોસ્ટ | વયમર્યાદા | પગાર ધોરણ |
| સુપ્રીટેન્ડેન્ટ | 30 | ₹35,400 to ₹ 1,12,400 |
| જુનિયર આસિસ્ટન્ટ | 27 | ₹19,900 to ₹63,200 |
અરજી કેવી રીતે કરવી
- સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE), https://www.cbse.gov.in/ ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- હેડર મેનૂ બારમાં “ભરતી” ટેબ પર ક્લિક કરો
- “જુનિયર આસિસ્ટન્ટ અને સુપરિન્ટેન્ડેન્ટ 2025ની ભરતી” વિકલ્પ પર ક્લિક કરો
- તમારા લૉગિન ઓળખપત્રો મેળવવા માટે તમારી જાતને નોંધણી કરો, જેમાં તમારો અરજી નંબર અને જન્મ તારીખનો સમાવેશ થાય છે.
- તમારી મૂળભૂત અને શૈક્ષણિક લાયકાતની વિગતો દાખલ કરો અને તમારા ફોટોગ્રાફ અને સહી સહિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- છેલ્લે, ઉપલબ્ધ પેમેન્ટ ગેટવે દ્વારા જરૂરી એપ્લિકેશન ફી ચૂકવો અને અરજી ફોર્મ સબમિટ કરો. કૃપા કરીને ઉલ્લેખિત ફી માળખા માટે સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો.
નોટિફિકેશન
ઉમેદવારોને ખાસ સૂચન છે કે સીબીએસઈ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું અને ત્યારબાદ અરજી કરવી.