scorecardresearch
Premium

CBSE Class 12 Result 2024 Declared: સીબીએસઈ બોર્ડ 12નું 87.98 ટકા પરિણામ જાહેર, આવી રીતે કરો ચેક

CBSE Class 12th Result 2024 declared : સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. લાખો વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવ્યો છે. અહીં વાંચો પરિણામની સંપૂર્ણ માહિતી.

CBSE Board Result 2024| સીબીએસઈ બોર્ડ પરિણામ 2024
સીબીએસઈ બોર્ડ ધોરણ 12 પરિણામ 2024 Express photo

CBSE Results 2024, Class 12th Result 2024 Declared: સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE) ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2024 પરિણામ જાહેર કરાયું છે. બોર્ડ દ્વારા અચાનક જ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે 10 અને 12 તારીખના પરિણામ 20 મે બાદ જાહેર કરવામાં આવશે, પરંતુ સોમવારે અચાનક જ બોર્ડે પોતાની સત્તાવાર વેબસાઇટ પર પરિણામની લિંક એક્ટિવ કરી દીધી.

સીબીએસઈ ધોરણ 12 પરિણામ 2024 સરેરાશ 87.98 ટકા

આ વર્ષે કુલ 87.98 ટકા વિદ્યાર્થીઓએ સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે. આ વર્ષે પાસ થવાની ટકાવારી ગયા વર્ષ જેટલી જ છે. પાસ થવાની ટકાવારી ગત વર્ષની સરખામણીએ 0.65 ટકા વધુ છે. આમ બે વર્ષમાં પરિણામની ટકાવારીમાં સામાન્ય ફરક છે.

CBSE પરિણામ 2024 – વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું

દર વખતની જેમ આ વર્ષે પણ છોકરીઓએ છોકરાઓ કરતાં સારું પ્રદર્શન કર્યું છે. આ વર્ષે 6.4 ટકા છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.52 ટકા અને છોકરાઓની પાસ થવાની ટકાવારી 85.12 ટકા છે.

કેરળનું ત્રિવેન્દ્રમ શહેર ટોચ પર

સીબીએસઇના ધોરણ 12 ના પરિણામમાં કેરળનું ત્રિવેન્દ્રમ શહેર ટોચ પર રહ્યું છે. અહીં 99.91 ટકા પરિણામ આવ્યું હતું. પૂર્વ દિલ્હી ઝોન 94.51 ટકાના પાસ થવાની ટકાવારી સાથે બીજા ક્રમે છે. પશ્ચિમ દિલ્હીની પાસ થવાની ટકાવારી 95.64ટકા હતી. નોઇડા વિસ્તારમાં 80.27 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ વર્ષે 1,22,170 બાળકો કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપશે.

સીબીએસઈ બોર્ડ પરીક્ષાનું છેલ્લા 5 વર્ષનું પરિણામ

2023: 87.33 ટકા
2022: 92.71 ટકા
2021: 99.37 ટકા
2020: 88.78 ટકા
2019: 83.4 ટકા

12માની પરીક્ષા ક્યારે હતી?

જણાવી દઈએ કે આ વર્ષે સીબીએસઈ 12માની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલની વચ્ચે લેવામાં આવી હતી. તે જ સમયે, 10 મી બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી ચાલી હતી. કુલ 39 લાખ વિદ્યાર્થીઓએ બે વર્ગની પરીક્ષા આપી હતી.

આ પણ વાંચોઃ- Gujarat Police Recruitment : ગુજરાત પોલીસ ભરતી અંગેનું મહત્વનું અપડેટ્સ, આ ઉમેદવારો માટે ખાસ કામના સમાચાર

સીબીએસઈ ધો.12 પરિણામ ક્યાં તપાસવું

  • cbseresults.nic.in
  • cbse.nic.in
  • cbse.gov.in
  • digilocker.gov.in

ઓનલાઈન પરિણામ કેવી રીતે તપાસવું

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://results.cbse.nic.in/ પર જાઓ.
  • હવે “CBSE બોર્ડ પરિણામ 2024” ની લિંક પર ક્લિક કરો.
  • તમારી લોગિન માહિતી દાખલ કરો જેમ કે- રોલ નંબર, રજીસ્ટ્રેશન નંબર અથવા એડમિટ કાર્ડ ID
  • આ પછી ‘સબમિટ’ પર ક્લિક કરો પછી તમારી CBSE બોર્ડ પરીક્ષાનું પરિણામ 2024 સ્ક્રીન પર તમારી સામે હશે.
  • પરિણામ ડાઉનલોડ કરો અને તમારા સંદર્ભ માટે એક નકલ સાચવો. તમે પ્રિન્ટઆઉટ પણ રાખી શકો છો.

Web Title: Cbse boart result out class 12th result 2024 declared how to check 12th results direct link here ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×