CBSE Board Class 10 and 12 Results 2025 date, CBSE બોર્ડ પરીક્ષા પરિણામ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ માધ્યમિક અથવા CBSE ધોરણ 10 ની પરીક્ષા પૂર્ણ કરી છે. CBSE બોર્ડની 2025 ની ધોરણ 10 ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન લેવાઈ હતી. બીજી તરફ ધોરણ 12 અથવા સિનિયર સેકન્ડરી CBSE ની પરીક્ષા 4 એપ્રિલના રોજ સમાપ્ત થશે.
2024-25 ની બોર્ડ પરીક્ષામાં લગભગ 42 લાખ વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે. બોર્ડ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુલ 24.12 લાખ ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ 84 વિષયોમાં પરીક્ષા આપી છે, જ્યારે 17.88 લાખથી વધુ વિદ્યાર્થીઓએ 120 વિષયો માટે ધોરણ 12 ની પરીક્ષા માટે નોંધણી કરાવી છે.
અત્યાર સુધી બોર્ડે આ અંગે કોઈ અપડેટ શેર કર્યું નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, સીબીએસઈ ધોરણ 10 ના પરિણામો મે મહિનામાં જાહેર કરવામાં આવ્યા છે.
CBSE તેના માધ્યમિક ધોરણ 10 અને સિનિયર સેકન્ડરી અથવા ધોરણ 12 ના પરિણામો પણ આ જ રીતે જાહેર કરશે તેવી શક્યતા છે . પરંતુ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કોઈપણ અપડેટની રાહ જોઈ રહ્યા છે, તેથી બોર્ડે છેલ્લા પાંચ વર્ષમાં ક્યારે CBSE માધ્યમિક અને સિનિયર સેકન્ડરીના પરિણામો જાહેર કર્યા તેની યાદી અહીં આપેલી છે .
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
CBSE મેટ્રિક ધોરણ 10મા, 12મા 2025ના પરિણામો: છેલ્લા 5 વર્ષના ટ્રેન્ડ્સ
CBSE સામાન્ય રીતે ધોરણ 10 અને 12 ના બોર્ડના પરિણામો એક જ તારીખે જાહેર કરે છે.
વર્ષ | પરિણામ તારીખો |
2024 | 13 મે |
2023 | 12 મે |
2022 | 22 જુલાઈ |
2021 | 3 ઓગસ્ટ |
2020 | 15 જુલાઈ |
2020 અને 2022 વચ્ચે ધોરણ 10 ના પરિણામોની જાહેરાતમાં વિલંબ કોવિડ રોગચાળાને કારણે થયો હતો.