scorecardresearch
Premium

CBSE Board 10 th Results 2024 declered :સીબીએસઈ બોર્ડે ધોરણ 10નું 93.60 % પરિણામ જાહેર કર્યું, કેવી રીતે જોવું રિઝલ્ટ

CBSE Board 10 th Results 2024 : આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં કુલ 93.60 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગયા વર્ષની તુલનામાં પાસ થવાની ટકાવારીમાં 0.48 ટકાનો વધારો થયો છે.

cbse class 10th result out, cbse 10th result declered, cbse 10th result 2024 out
સીબીએસઈ ધોરણ 10 પરિણામ જાહેર – Express photo

CBSE Board 10 th Results 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ અચાનક ધોરણ 12 ની જેમ 10 મી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં કુલ 93.60 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગયા વર્ષની તુલનામાં પાસ થવાની ટકાવારીમાં 0.48 ટકાનો વધારો થયો છે.

સીબીએસઈએ 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ દરમિયાન ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાઓ લીધી હતી. સીબીએસઈ બોર્ડનું 10મું પરિણામ ઓનલાઈન મોડમાં જાહેર કરવામાં આવશે અને પરિણામ જાહેર થયા બાદ પરિણામની લિંક ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in, cbseresults.nic.in, results.cbse.nic.in પર એક્ટિવેટ કરવામાં આવશે.

CBSE Board 10 th Results 2024 : કેરળનું ત્રિવેન્દ્રમ શહેર ટોપ પર

  • ત્રિવેન્દ્રમ – 99.75 ટકા
  • વિજવાડા – 99.60 ટકા
  • ચેન્નઈ – 99.30 ટકા
  • બેંગલુરુ – 99.26 ટકા
  • અજમેર – 97.10 ટકા
  • પુણે – 96.46 ટકા
  • ઈસ્ટ દિલ્હી – 94.45 ટકા
  • વેસ્ટ દિલ્હી – 95.18 ટકા
  • ચંડીગઢ – 94.14 ટકા
  • પટના – 92.91 ટકા
  • પ્રયાગરાજ 92.72 ટકા
  • પંચકુલા – 92.16 ટકા

આ પણ વાંચોઃ- CBSE Class 12th Result 2024 Declared: સીબીએસઈ બોર્ડ 12નું 87.98 ટકા પરિણામ જાહેર, આવી રીતે કરો ચેક

સીબીએસઈ બોર્ડ 10 મી પરીક્ષા 2024 માં ભાગ લેનારા વિદ્યાર્થીઓ રોલ નંબર, સ્કૂલ કોડ અને જન્મ તારીખ જેવા લોગિન ઓળખપત્રો દાખલ કર્યા પછી સત્તાવાર વેબસાઇટ પર પોતાનું પરિણામ ચકાસી શકે છે. સત્તાવાર વેબસાઇટ ઉપરાંત ડિજિલોકર વેબસાઇટ digilocker.gov.in અને ઉમંગ એપ દ્વારા પણ જોઇ શકાય છે.

Web Title: Cbse board class 10 result declared how to check result direct link here ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×