scorecardresearch
Premium

CBSE 10th 12th Results 2025: CBSE બોર્ડ ધો.10 અને ધો.12નું પરિણામ ક્યારે થશે જાહેર? જાણો રિઝલ્ટ અંગેની બધી માહિતી

CBSE board Result date : CBSE 10મા અને 12માના પરિણામો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પાછલા વર્ષોના વલણો અને મીડિયા અહેવાલો મુજબ પરિણામો મેના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં અપેક્ષિત છે.

CBSE Board Class 10 and Class 12 Results
CBSE બોર્ડ ધો.10 અને ધો.12 પરિણામ – Express photo

CBSE 10th 12th Results 2025: સીબીએસઈ બોર્ડની પરીક્ષા એપ્રિલના પહેલા સપ્તાહમાં પૂરી થઈ હતી. આ પછી ઉત્તરવહીઓ તપાસવાનું અને પરિણામ તૈયાર કરવાનું કામ ચાલું છે. બીજી તરફ ધોરણ 10 અને 12ના લાખો વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે. સીબીએસઈના પરિણામની વાત કરીએ તો પહેલા એવી ધારણા હતી કે પરિણામ 20મી એપ્રિલે આવવાની ધારણા હતી પરંતુ એવું થયું નથી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન એ છે કે પરિણામ ક્યારે આવશે?

CBSE 10મા અને 12માના પરિણામો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પાછલા વર્ષોના વલણો અને મીડિયા અહેવાલો મુજબ પરિણામો મેના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં અપેક્ષિત છે. અગાઉ પણ મે મહિનામાં પરિણામ આવતું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ મે મહિનામાં જ પરિણામ જોવાની રાહ જોઈ રહ્યા છે.

CBSE ધોરણ 10મા અને 12મા પરિણામો ક્યાં તપાસવા?

વિદ્યાર્થીઓ CBSE બોર્ડ 10મા અને 12માનું પરિણામ CBSE દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકશે.

  • https://cbseresults.nic.in
  • https://results.cbse.nic.in
  • https://cbse.gov.in

આ ઉપરાંત, તમે ડિજીલોકર પર તમારું પરિણામ પણ ચકાસી શકો છો અને તેની માર્કશીટ સાચવી શકો છો.

CBSE બોર્ડ 12મા 10મા પરિણામ કેવી રીતે તપાસવું?

CBSE 10મા અને 12માનાં પરિણામો તપાસવા માટે આ પગલાં અનુસરો

  • સૌ પ્રથમ CBSE ની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in અથવા cbse.gov.in ની મુલાકાત લો.
  • આ પછી, સ્ક્રીન પર દેખાતી “CBSE પરિણામ 2025 Class 10” અથવા “Class 12” લિંક પર ક્લિક કરો. આટલું કરતા જ તમારું પરિણામ પેજ સામેની સ્ક્રીન પર ખુલશે.
  • તમારો રોલ નંબર અને અન્ય જરૂરી વિગતો અહીં દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
  • આ પછી તમારું પરિણામ આગલા પૃષ્ઠ પર દેખાશે. તમે તેની માર્કશીટ પણ ડાઉનલોડ કરી શકો છો જે ભવિષ્યમાં તમારા માટે મદદરૂપ થઈ શકે છે.

CBSE બોર્ડના પરિણામો પહેલા ક્યારે જાહેર કરવામાં આવ્યા છે?

જો આપણે પરિણામ જાહેર કરવામાં સીબીએસઈની જૂની પેટર્ન જોઈએ, તો આપણે સમજી શકીએ છીએ કે સામાન્ય રીતે બોર્ડ મે મહિનામાં પરીક્ષાના પરિણામો જાહેર કરે છે. વર્ષ 2022ની વાત કરીએ તો 2022માં પરીક્ષાઓ 26મી એપ્રિલે પૂરી થઈ હતી અને 22મી જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે મહત્વની વાત એ છે કે તે દરમિયાન કોરોનાનું મોજું ચાલી રહ્યું હતું.

ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વર્ષ 2023 માં પરીક્ષાઓ 5 મી એપ્રિલના રોજ સમાપ્ત થઈ હતી, જ્યારે પરિણામ 12 મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જો આપણે 2024 વિશે વાત કરીએ, તો પરીક્ષાઓ 2 એપ્રિલના રોજ સમાપ્ત થઈ અને પરિણામ અનુક્રમે 13 મેના રોજ જાહેર કરવામાં આવ્યા. આ વર્ષે પરીક્ષાઓ 4 એપ્રિલના રોજ સમાપ્ત થઈ હતી, તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પરિણામ મેના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં પહેલાની જેમ જ જાહેર કરવામાં આવશે.

Web Title: Cbse board class 10 and class 12 results date how to check online result and download know here all details ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×