scorecardresearch
Premium

બોરસદ નગરપાલિકા ભરતી : આણંદ જિલ્લામાં સીટી મેનેજરની નોકરી, પગાર ₹ 30,000, વાંચો બધી માહિતી

Borsad nagarpalika recruitment : આણંદ જિલ્લામાં આવેલી બોરસદ નગરપાલિકા દ્વારા સીટી મેનેજર પોસ્ટની ભરતીની જાહેરાત બહાર પાડી છે.

Borsad nagarpalika recruitment city manager
બોરસદ નગરપાલિકા ભરતી, સીટી મેનેજર – photo – facebook

Borsad Nagarpalika recruitment, બોરસદ નગરપાલિકા ભરતી : આણંદ જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે સારા પગારની નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. આણંદ જિલ્લામાં આવેલી બોરસદ નગરપાલિકા દ્વારા સીટી મેનેજર પોસ્ટની ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ પર ઉમેદવારની પસંદગી કરવા માટે બોરસદ નગરપાલિકા કચેરીએ ઉમેદવારોને વોક ઈન ઈન્ટરવ્યુ માટે આમંત્રિત કર્યા છે.

બોરસદ નગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

બોરસદ નગરપાલિકા ભરતી માટે મહત્વની વિગતો

સંસ્થાબોરસદ નગરપાલિકા કચેરી
પોસ્ટસીટી મેજનર (SWM)
જગ્યા1
નોકરીનો પ્રકારકરાર આધારિત
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યુ
પગાર₹30,000
ઈન્ટરવ્યૂ તારીખ24-10-2024
ઇન્ટરવ્યૂ સ્થળબોરસદ નગરપાલિકા

બોરસદ નગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

સચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત બોરસદ નગરપાલિકામાં નચી મુજબની 11 માસ કરાર આધારિત સીટી મેનેજરની જગ્યા ભરવાની છે. આ જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

બોરસદ નગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત

સીટી મેનેજર ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોએ B.E/B.Tech- Enviroment, B.E/B.Tech- Civil, M.E/M.Tech Enviroment, M.E/M.Tech Civil પાસ કરેલું હોવું જોઈએ.

અનુભવ

સીટી મેનેજર ભરતી માટે અરજી કરનાર ઉમેવારને ડીગ્રી મળ્યા પછી સંલગ્ન ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.

પગાર ધોરણ

11 માસના કરાર આધારિત સીટી મેનેજરની પોસ્ટ પર પસંદ થયેલા ઉમેદવારને ₹ 30,000 માસિક ફિક્સ વેતન આપવામાં આવશે.

વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ, સમય અને સ્થળ

ઇન્ટરવ્યૂ તારીખ – 24 ઓક્ટોબર 2024
સમય – સવારે 11 વાગ્યે
સ્થળ- બોરસદ નગરપાલિકા, બોરસદ

ભરતીની જાહેરાત

ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

અરજદારે અરજી સાથે એલ.સી. શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, અનુભવના સર્ટી, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ રજૂ કરવાના રહેશે. અરજદારે પોતાનું ઈ-મેઈલ એડ્રેસ તથા મોબાઈલ નંબર અરજીમાં અવશ્ય દર્શાવવાના રહેશે. આ ઉપરાંત ઈન્ટરવ્યૂમાં શૈક્ષણિક લાયકાતના તમામ ઓરીજનલ પુરાવા સાથે હાજર રહેવાનું રહેશે.

Web Title: Borsad municipality recruitment 2024 golden opportunity to get 30000 rupee city manager job in borsad anand walk in interview date and time ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×