BMC Recruitment 2024,ભાવનગર મહાનગરપાલિકા ભરતી : ભાવનગરમાં રહેતા અને સરકારી નોકરી મેળવવા ઈચ્છા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની સારી તકી આવી ગઈ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની જગ્યાઓ ભરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભાવનગર મહાનગર પાલિકાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે અગત્યની માહિતી
| સંસ્થા | ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન |
| પોસ્ટ | જુનિયર ક્લાર્ક |
| જગ્યા | 11 |
| વય મર્યાદા | 33 વર્ષથી વધુ નહીં |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 25-10-2024 |
| અરજી કરવાની છેલ્લી તારીખી | 15-11-2024 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d |
ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- સીધી ભરીથી પસંદગીમાં નિમણૂક થવા માટે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી. (ધોરણ-12) અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ
- ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રૂટમેન્ટ રૂલ્સ 1967 મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ
- ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ
ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત જુનિયર ક્લાર્ક માટે પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે 26000 ફિક્સ પગાર મલશે તેમજ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-2 સ્કેલ ₹ 19,900-63,200 નિયમિત નિમણૂંક મેળવવા પાત્ર થશે
વય મર્યાદા
- અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ ઉંમર 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ
- 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ
અરજી કેવી રીતે કરવી
- ઉમેદવારોએ સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર જવું
- એપ્લાય ઓનલાઈન ક્લિક પર ક્લિક કરવું
- મોર ડીટેઈલમાં જુનિયર ક્લાર્ક જગ્યા ઉપર ક્લિક કરું, જેની આગળ એપ્લાય નાઉ આપેલું હશે ત્યાં ક્લિક કરું
- ત્યારબાદ ફોર્મ ખુલશે. ફોર્મમાં આપેલી વિગતોને ધ્યાનપૂર્વક ભરવી
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે ક્લિક કરવી
નોટિફિકેશન
ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ અહીં આપેલું નોટિફિકેશન વાંચવું.
આ પણ વાંચોઃ- IIIT સુરત ભરતી : સુરતમાં પ્રોફેસરની નોકરીઓ, જોરદાર મળશે પગાર, ફટાફટ વાંચો બધી જ માહિતી
ઉમેદવારોને સૂચન છે કે ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.