Bhavnagar university recruitment 2025, ભાવનગર યુનિવર્સિટી ભરતી : નોકરી શોધી રહેલા ભાવનગર અને આજુબાજુમાં રહેતા ઉમેદવારો માટે ભાવનગરમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ટાઈપીસ્ટથી લઈને પ્રોફેસર સુધીની વિવિધ જગ્યાઓ ઉપર નોકરીની જાહેરાત બહાર પાડી છે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા આ જગ્યાઓ ઉપર સારા ઉમેદવારો પસંદ કરવા માટે અરજીઓ મંગાવી છે.
ભાવનગર યુનિવર્સિટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની જાણકારી માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
ભાવનગર યુનિવર્સિટી ભરતી માટેની મહત્વની માહિતી
| સંસ્થા | મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | જરૂર પ્રમાણે |
| વય મર્યાદા | વિવિધ |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 2-4-2025 |
| ક્યાં અરજી કરવી | નીચે આપેલા સરનામા પર |
ભાવનગર યુનિવર્સિટી ભરતી અંતર્ગત કઈ પોસ્ટ ભરવાની?
| પોસ્ટ | વિષય | વિભાગ |
| પ્રોફેસર | માઈક્રોબાયોલોજી | લાઇફ સાયન્સ |
| એસોસિએટ પ્રોફેસર | અંગ્રેજી | અંગ્રેજી |
| આસિસ્ટન્ટ પ્રોફેસર | મરીન બાયોલોજી | મરીન સાયન્સ |
| આસિસ્ટન્ટ પ્રોફેસર | ઈતિહાસ | ઈતિહાસ |
| આસિસ્ટન્ટ પ્રોફેસર | બોટની | લાઈફ સાયન્સ |
| આસિસ્ટન્ટ પ્રોફેસર | ગણિત | પી.પી. ઈન્સ્ટી. ઓફ સાયન્સ |
| આસિસ્ટન્ટ પ્રોફેસર | કોમર્સ(એકાઉન્ટન્સી) | એમ.જે. કોલેજ ઓફ કોમર્સ |
| આસિસ્ટન્ટ પ્રોફેસર | ફિલોસોફી | સમાલદાસ આર્ટ્સ કોલેજ |
| આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર | – | – |
| રહસ્ય સચિવ | – | – |
| જુનિયર એન્જીનિયર | સિવિલ | |
| ફીલ્ડ કલેક્ટર | બોટની | પી.પી. ઈન્સ્ટી. ઓફ સાયન્સ |
| લેબ ટેક્નેશિયન | કેમેસ્ટ્રી | કેમેસ્ટ્રી |
| આસિસ્ટન્ટ | – | – |
| લેબ આસિસ્ટન્ટ | ઝિયોલોજી | પી.પી. ઈન્સ્ટી. ઓફ સાયન્સ |
| ટાઈપીસ્ટ | – | – |
શૈક્ષણિક લાયાકાત
ભાવનગર યુનિવર્સિટી ભરતી અંતર્ગત થનારી વિવિધ પોસ્ટ પર ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો સંસ્થાએ વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ ભાવનગર યુનિવર્સિટીની વેબસાઈટની ચોક્કસ મુલાકાત લેવી.
પગાર ધોરણ
| પોસ્ટ | પગાર |
| પ્રોફેસર | એકેડેમિક લેવલ-14 |
| એસોસિએટ પ્રોફેસર | એકેડેમિક લેવલ-13A |
| આસિસ્ટન્ટ પ્રોફેસર | એકેડેમિક લેવલ-10 |
| આસિસ્ટન્ટ પ્રોફેસર | એકેડેમિક લેવલ-10 |
| આસિસ્ટન્ટ પ્રોફેસર | એકેડેમિક લેવલ-10 |
| આસિસ્ટન્ટ પ્રોફેસર | એકેડેમિક લેવલ-10 |
| આસિસ્ટન્ટ પ્રોફેસર | એકેડેમિક લેવલ-10 |
| આસિસ્ટન્ટ પ્રોફેસર | એકેડેમિક લેવલ-10 |
| આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર | એકેડેમિક લેવલ-09 |
| રહસ્ય સચિવ | એકેડેમિક લેવલ-08 |
| જુનિયર એન્જીનિયર | એકેડેમિક લેવલ-07 |
| ફીલ્ડ કલેક્ટર | એકેડેમિક લેવલ-05 |
| લેબ ટેક્નેશિયન | એકેડેમિક લેવલ-02 |
| આસિસ્ટન્ટ | એકેડેમિક લેવલ-02 |
| લેબ આસિસ્ટન્ટ | એકેડેમિક લેવલ-02 |
| ટાઈપીસ્ટ | એકેડેમિક લેવલ-02 |
નોટિફિકેશન
કેવી રીતે અરજી કરવી
- ભાવનગર યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
- ત્યારબાદ ફોર્મમાં માંગેલી વિગતો ભરીને જરૂરી દસ્તાવેજોના ચાર સેટ બનાવીને નીચે આપેલા સરનામા પર મોકલવાની કરાવવાના રહેશે.
- અરજી RPAD/SPEED Post દ્વારા જ મોકલવાની રહેશે
- અરજી તારીખ 2-4-2025ના રોજ છેલ્લી તારીખ સુધીમાં મળી જાય એ ખાસ ધ્યાન રાખવું.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવાનું સરનામું
રજીસ્ટ્રાર, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
સરદાર વલ્લભભાઈ પટેલ કેમ્પસ
ગૌરીશંકર લેક રોડ
ભાવનગર – 364001