scorecardresearch
Premium

Bharti 2025 Gujarat : મહેસાણામાં પરીક્ષા વગર નોકરી મેળવવાની તક, ₹ 33000 સુધી પગાર

Bharti 2025 Gujarat : ભરતી 2025 ગુજરાતના મહેસાણામાં નોકરી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Jobs in mehsana
મહેસાણામાં નોકરી -Photo -freepik

Bharti 2025 Gujarat, ભરતી 2025 ગુજરાત, મહેસાણામાં નોકરી : મહેસાણામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. મહેસાણા જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી દ્વારા ઝોનલ ઓબ્રઝર્વેશન હોમ માટે વિવિધ પોસ્ટની ભરતીની જાહેરાત બહાર પાડી છે. બાળ સુરક્ષા એકમ કચેરી દ્વારા આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે. ઈન્ટરવ્યૂમાં બાગ લેવા માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રીત કર્યા છે.

ભરતી 2025 ગુજરાતના મહેસાણામાં નોકરી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

મહેસાણામાં ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાજિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી, મહેસાણા
પોસ્ટવિવિધ
જગ્યા13
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારીત
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યૂ
ઈન્ટરવ્યૂ તારીખ20 અને 21-5-2025
ઈન્ટરવ્યૂ સ્થળનીચે આપેલું છે

ભરતી 2025, પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
ઓફિસ ઈન્ચાર્જ1
કાઉન્સીલર1
પ્રોબેશન ઓફિસર/ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસર/કેસ વર્કર1
સ્ટોર કિપર કમ એકાઉન્ટન્ટ1
એડ્યુકેટર1
હાઉસ ફાધર2
આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર1
પીટી ઈન્સ્ટ્રક્ટર, યોગા ટીચર1
હાઉસ કીપર1
રસોઈયો1
હેલ્પર કમ નાઈટ વોચમેન2

શૈક્ષણિક લાયકાત

બાળ સુરક્ષા એકમ કચેરીની આ ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો આ ભરતી માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. જેમાં ધોરણ 10 પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ પાસ સુધીની શૈક્ષણિક લાયકાત માંગી છે. વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

વય મર્યાદા

બાળ સુરક્ષા એકમ કચેરીની આ ભરતી માટે ઉમેદવારોની વયમર્યાદા અંગે વાત કરીએ તો આ ભરતી અંતર્ગત વોક ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા માટે ઉમેદવાર 21 વર્ષથી 40 વર્ષ વચ્ચે ઉંમર ધરાવતો હોવો જોઈએ.

પગાર ધોરણ

કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ મહેસાણામાં 11 માસનાં કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરતી હોવાથી આ વિવિધ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારોને પોસ્ટ પ્રમાણે ₹11767થી લઈને ₹33100 સુધી પ્રતિ માસ ફિક્સ પગાર મળશે. કઈ પોસ્ટ માટે કેટલો પગાર મળશે એ જાણવા આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

ભરતીની જાહેરાત

વોકઈન ઈન્ટરવ્યૂ તારીખ સમય અને સ્થળ

વોકઈન ઈન્ટરવ્યૂ બે દિવસ ચાલશે. 20 મે 2025 અને 21 મે 2025

  • 20 મે 2025 –ઓફિસ ઈન્ચાર્જથી લઈને હાઉસ ફાધર
  • 21 મે 2025 – હાઉસ ફાધરથી લઈને નાઈટ વોચમેન
  • ઈન્ટરવ્યુ સમય – બંને દિવસ સવારે 9 વાગ્યે
  • ઈન્ટરવ્યુ સ્થળ – જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, બ્લોક નંબર 2, ત્રીજો માળ, બહુમાળી ભવન, મહેસાણા

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું

  • ઉપરોક્ત જગ્યાઓ માટે અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે
  • ઉમેદવારે સવારે 11 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સમયબાદ આવેલા ઉમેદવારની ઉમેદવારી માન્ય ગણાશે નહીં
  • ઉંમર જાહેરાતની તારીખે માગ્યા મુજબ હોવી જોઈશે.
  • ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તે અંગેનો અબાધિત અધિકાર જિલ્લા ભરતી સમીતી મહેસાણાનો રહેશે.

Web Title: Bharti 2025 gujarat jilla bal suraksha ekam recruitment for mehsana jobs walk in interview data time and place ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×