scorecardresearch
Premium

મહેસાણામાં નોકરી મેળવવાની સુવર્ણ તક, કોણ અરજી કરી શકશે? અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Jobs in Mehsana, મહેસાણામાં નોકરી : મહેસાણામાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. અહીં ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

Recruitment news, Jobs in Mehsana,
મહેસાણામાં નોકરી – photo – Freepik

Jobs in Mehsana, મહેસાણામાં નોકરી : મહેસાણા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા ઉમેદવારો માટે મહેસાણામાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. મહેસાણામાં સ્થિત ભારત હોર્ન્સ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. ભારત હોર્ન્સ દ્વારા વિવિધ જનરલ મેનેજર સહિતની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવતા ઉમેદવારોએ hr@mdfl.in ઇમેઈલ એડ્રેસ ઉપર પોતાનો સીવી સહિતના ડોક્યુમેન્ટ મેઈલ કરવાના રહેશે. આ ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, પોસ્ટ, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

ભારત હોર્ન્સ ડેરી ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાભારત હોર્ન્સ (મહેસાણા ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ર્સ લિ.)
પોસ્ટવિવિધ
જગ્યાજરૂર મુજબ
નોકરીનું સ્થળમહેસાણા
અરજી કરવાની છેલ્લી તારીખ30 જૂન 2024
ક્યાં અરજી કરવીhr@mdfl.in

ભારત હોર્ન્સ ડેરી ભરતી અંગે પોસ્ટની વિગત

  • જનરલ મેનેજર ઓપરેશન્સ
  • જરનલ મેનેજર કોમર્સિયલ
  • એકાઉન્ટસ હેડ
  • પર્ચેસ હેડ
  • લોજિસ્ટિક મેનેજર

લાયકાત અને અનુભવ

જનરલ મેનેજર ઓપરેશન્સ

  • શૈક્ષણિક લાયકાત – બીટેક (DT) એન્જિનિયરિંગ Mec./Ele.
  • અનુભવ – 10 વર્ષથી વધુનો સમાન ફિલ્ડમાં અનુભવ

જનરલ મેનેજર કોમર્સિયલ

  • શૈક્ષણિક લાયકાત – M.Com/MBA
  • અનુભવ – મેનેજિંગ કોન્ટ્રાક્ટ એડમિસ્ટ્રેશનમાં 10 વર્ષથી વધુનો અનુભવ

એકાઉન્ટ્સ હેડ

  • શૈક્ષણિક લાયકાત – M.Com/CA
  • અનુભવ – એકાઉન્ટ્સ રોલમાં 10 વર્ષથી વધુનો અનુભવ

પર્ચેસ હેડ

  • શૈક્ષણિક લાયકાત – B.Com, M.Com, મટેરિયલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા
  • અનુભવ – પર્ચેસિંગ રોલમાં 10 વર્ષથી વધુનો અનુભવ

લોજિસ્ટિક મેનેજર

  • શૈક્ષણિક લાયકાત – 10+2/ સ્નાતક
  • અનુભવ – લોજિસ્ટિક મેનેજમેન્ટમાં 3થી 5 વર્ષનો અનુભવ

પગાર ધોરણ

ભારત હોર્ન્સ ડેરી દ્વારા બહાર પડાયેલી ભરતી અંગે પગાર ધોરણની વાત કરીએ તો વિવિધ પોસ્ટ પર વિવિધ પગાર ધોરણ છે. જોકે, પસંદ કરાયેલા ઉમેદવારોની લાયકાત પ્રમાણે અને કંપનીના ધારાધોરણ પ્રમાણે પગાર આપવામાં આવશે.

આ પણ વાંચો

નોટિફિકેશન

આ ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, પોસ્ટ, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

અરજી કેવી રીતે કરવી?

ભારત હોર્ન્સ ડેરી ભરતી માટે અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ પોતાનો સીવી (બાયોડેટા) hr@mdfl.in ઈમેઈલ કરવો. ઉમેદવારોએ 30 જૂન 2024 છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.

Web Title: Bharat horns recruitment golden opportunity to get jobs in mehsana who can apply read all information about bharti ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×