scorecardresearch
Premium

બંધન બેંક ભરતી : ધો 10-12 પાસ ઉમેદવારો માટે પરીક્ષા વગર બેંકમાં નોકરીની સૂવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી

Bandhan Bank Recruitment 2024, બંધન બેંક ભરતી : બેંકમાં નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12 ઉમેદવારો માટે પરીક્ષા વગર નોકરીની સારી તક છે.

bandhan bank recruitment, bandhan bank bharti, bank jobs
બેંધન બેંક ભરતી photo – social media

Bandhan Bank Recruitment 2024, બંધન બેંક ભરતી : ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો નોકરીની રાહ જોઈ રહ્યા છે. એમના માટે બેંકમાં નોકરી કરવાની સારી તક આવી ગઈ છે. બંધન બેંક દ્વારા બમ્પર ભરતી બહાર પાડી છે. બંધન બેંક ભરતી અંતર્ગત ડેટા એન્ટ્રી ઓપરેટરની 7100 જેટલી જગ્યાઓ ભરવાની છે. બંધન બેંક દ્વારા આ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2024 રાખવામાં આવી છે.

બંધન બેંક ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પોસ્ટની જગ્યાઓ, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા સહિતની સંપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ આર્ટિકલ અંત સુધી ચોક્કસ વાંચવો.

બંધન બેંક ભરતી માટેની મહત્વની માહિતી

સંસ્થાબંધન બેંક
પોસ્ટડેટા એન્ટ્રી ઓપરેટર
ખાલી જગ્યા7100
અરજી કરવાની છેલ્લી તારીખ28 મે 2024
ક્યાં અરજી કરવીબેંકની સત્તાવાર વેબસાઈટ પર

બંધન બેંક પોસ્ટ અંગે વધારે માહિતી

બંધન બેંક દ્વારા જાહેર કરેલા સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે બેંક ભરતી પ્રક્રિયા અંતર્ગત ડેટા એન્ટ્રી ઓપરેટની કુલ 7100 જગ્યાઓ ભરતી. આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી કોઈપણ પરીક્ષા વિના ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ જગ્યાઓ ભરવા માટેના અરજી ફોર્મ ઓનલાઈન માધ્યમથી મંગાવવામાં આવ્યા છે.

બંધન બેંક ભરતી માટે શૈક્ષણિક લાયકાત

બંધન બેંકમાં નવી ભરતી માટે અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 10, ધોરણ 12 પાસ ઉપરાંત ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી 10મા, 12મા અને સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી ફોર્મ ભરી શકે છે.

આ પણ વાંચોઃ- Canada Visa Delay : કેનેડા સ્ટુડન્ટ વિઝામાં વિલંબ થી ભારતીય વિદ્યાર્થીઓ ચિંતિત, જાણો કારણ અને સમસ્યાનું સમાધાન

બંધન બેંક ભરતી માટે વય મર્યાદા

બંધન બેંક ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓની ભરતી માટે અરજદારોની લઘુત્તમ વય 18 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે આ ભરતી માટે અરજદારની મહત્તમ ઉંમર 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. સરકારી નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીમાં આવતા અરજદારોને વય મર્યાદામાં વિશેષ છૂટની જોગવાઈ પણ આપવામાં આવી છે.

ભરતીની મહત્વપૂર્ણ તારીખો

બંધન બેંકમાં 7100 જગ્યાઓની ભરતી માટે અરજી ફોર્મ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 18મી એપ્રિલ 2024થી શરૂ થઈ ગઈ છે. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 મે 2024 નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ- GSSSB Exam postponed : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓ રાખી મોકૂફ

બંધન બેંક ભરતી માટે અરજી ફી

બંધન બેંકમાં નવી ભરતી માટે અરજદારોને અરજી ફીમાં મુક્તિ આપવામાં આવી છે. આ ભરતી માટે અરજી ફોર્મ ભરતી વખતે, અરજદારે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

બંધન બેંક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

  • બેંકની ભરતીની અરજી કરવા માટે સૌ પ્રથમ બંધન બેંકની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • તે પછી, હોમ પેજ પર કેરિયર બટન પર ક્લિક કરો.
  • ખાલી જગ્યા વિશે સંપૂર્ણ માહિતી ત્યાં આપવામાં આવે છે, તેને તપાસવી પડશે.
  • સંપૂર્ણ માહિતી તપાસ્યા પછી, ઓનલાઈન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરો.
  • દસ્તાવેજ સાથે સંબંધિત ફોટો સહી સાથે વિનંતી કરેલી તમામ માહિતી અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક ભર્યા પછી, સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
  • એપ્લિકેશનની પ્રિન્ટ કોપી લો અને તેને ભવિષ્યના ઉપયોગ માટે રાખો.

Web Title: Bandhan bank recruitment data operator post jobs notification bank bharti news ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×