scorecardresearch
Premium

AMC Recruitment 2024 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, એડિશનલ સિટી એન્જિનિયર માટે કરો અરજી

AMC Recruitment 2024, Jobs in Ahmedabad, Notification : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડિશનલ સિટી એન્જિનિયરની ભરતી બહાર પાડી છે. લાયક ઉમેદવારો 18 જાન્યુઆરી 2024 પહેલા ઓનલાઇન અરજી કરી શકે છે.

AMC recruitment 2023 | Ahmedabad municipal corporation jobs | Jobs alerts | google jobs news | Gujarati news
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી Photo – Social media

AMC Recruitment 2024, Jobs in Ahmedabad, Notification : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવા ઈચ્છા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડિશનલ સિટી એન્જિનિયરની ભરતી બહાર પાડી છે. લાયક ઉમેદવારો 18 જાન્યુઆરી 2024 પહેલા ઓનલાઇન અરજી કરી શકે છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી સિટી એન્જીનિયરની ભરત માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત ચોક્કસ વાંચો.

AMC Recruitment 2024 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, મહત્વની માહિતી

સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટએડિશનલ સિટી એન્જિનિયર
ખાલી જગ્યા01
જોબ લોકેશનઅમદાવાદ
અરજી કરવાની છેલ્લી તારીખ18-01-2024

AMC Recruitment 2024 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક. એન્જિનિયરિંગના કામમાં ઓછામાં ઓછો પંદર વર્ષનો અનુભવ હોવો જોઈએ. જેમાંથી સાત વર્ષનો અનુભવ મ્યુનિસિપલ એન્જિનિયરિંગ અથવા માન્ય સંસ્થામાંથી હોવો જોઈએ.

AMC Recruitment 2024 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, ઉંમર મર્યાદા:

A.M.C.માં સેવા ન આપતા હોય ત્યાં સુધી ઉંમર 45 વર્ષથી વધુ નહીં.

AMC Recruitment 2024 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, પગાર ધોરણ:

સ્તર – 13 પે મેટ્રિક્સ રૂ. 118500-214100 (6ઠ્ઠા પગાર પંચ મુજબ 37400-67000 ગ્રેડ પે 8700 PB-4) મૂળભૂત + નિયમો મુજબ અન્ય ભથ્થાં.

AMC Recruitment 2024 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, નોટિફિકેશન

અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

AMC Recruitment 2024 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, કેવી રીતે અરજી કરવી?

પાત્ર અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

AMC Recruitment 2024 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • અરજી કરવાની શરુઆતની તારીખ 02-01-2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ 18-01-2024

Web Title: Amc recruitment 2024 ahmedabad municipal corporation additional city engineer bharti notification online apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×