Gujarat bharti 2025, AMC Bharti 2025: અમદાવાદમાં રહેતા અને એકદમ સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટની કુલ 3 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમદેવારો પસંદ કરવા માટે AMC એ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. આ માટે ઉમદેવારોને આમંત્રિત કર્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વોક ઈન ઈન્ટરવ્યુની તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
AMC ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
પોસ્ટ | સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ, વેટરનરી ઓફિસર, એન્ટોમોલોજિસ્ટ |
જગ્યા | 3 |
એપ્લિકેશન મોડ | વોકઈન ઈન્ટરવ્યુ |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ | વિવિધ |
વોક ઈન ઈન્ટરવ્યુ સ્થળ | સરનામું નીચે આપેલું છે |
અમદાવાદા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025, પોસ્ટની વિગતો
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (N.C.D.C) ગ્રાન્ટેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય વિભાગ ખાતે મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ અમદાવાદ માટે નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારે ભરવાની તેની પ્રતિક્ષાયાદી બનાવવા અરજી મંગાવવામાં આવે છે.
પોસ્ટ | જગ્યા |
સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ | 1 |
વેટરનરી ઓફિસર | 1 |
એન્ટોમોલોજિસ્ટ | 1 |
કુલ | 3 |
શૈક્ષણિક લાયકાત
સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI) દ્વારા માન્યતા પ્રાપ્ત MBBS, MD (PSM/કોમ્યુનિટી મેડિસિન) / MD (CHA) / MD (ટ્રોપિકલ મેડિસિન) MCI અથવા DNB દ્વારા માન્યતા પ્રાપ્ત (સામાજિક અને નિવારક દવા / કોમ્યુનિટી મેડિસિન) શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
વેટરનરી ઓફિસર
માન્ય યુનિવર્સિટીમાંથી પશુચિકિત્સા જાહેર આરોગ્ય અથવા પશુચિકિત્સા રોગશાસ્ત્ર અથવા પશુચિકિત્સા દવા અથવા પશુચિકિત્સા સૂક્ષ્મજીવવિજ્ઞાન અથવા પશુચિકિત્સા નિવારક દવા અથવા પશુચિકિત્સા રોગવિજ્ઞાનમાં અનુસ્નાતક પશુચિકિત્સા ડિગ્રી.
ભારતની વેટરનરી કાઉન્સિલ અથવા રાજ્યની વેટરનરી કાઉન્સિલમાં નોંધણી.
એન્ટોમોલોજિસ્ટ
કીટવિજ્ઞાન / પ્રાણીશાસ્ત્રમાં એમ.એસસી. પ્રાધાન્ય તબીબીશાસ્ત્રમાં ડોક્ટરેટ (પીએચડી) કીટવિજ્ઞાન.
પગાર ધોરણ
પોસ્ટ | પગાર |
સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ | ₹1,25,000થી ₹1,75,000 |
વેટરનરી ઓફિસર | ₹ 75,000 |
એન્ટોમોલોજિસ્ટ | ₹ 75,000 |
વયમર્યાદા
પોસ્ટ | વયમર્યાદા |
સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ | મહત્તમ 60 વર્ષ |
વેટરનરી ઓફિસર | મહત્તમ 50 વર્ષ |
એન્ટોમોલોજિસ્ટ | મહત્તમ 50 વર્ષ |
સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ- વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ
- તારીખ-29-8-2025
- રજીસ્ટ્રેશન સમય – સવારે 10થી 11
- સમય- બપોરે 12 વાગ્યાથી
વોક ઈન ઈન્ટરવ્યુ સ્થળ
એપિડેમીક બ્રાન્ચ, હેલ્થ મધ્યસ્થ કચેરી, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી.બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, અમદાવાદ-380022
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
વેટરનરી ઓફિસર અને એન્ટોમોલોજિસ્ટની અરજી સબમિટ કરવાની તારીખ
- તારીખ-18-8-2025થી 01-9-2025
નોટિફિકેશન
અરજી સબમીટ કરવાનું સ્થળ
એપિડેમીક બ્રાન્ચ, હેલ્થ મધ્યસ્થ કચેરી, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી.બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, અમદાવાદ-380022