Ahmedabad Traffic Brigade Bharti, અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા અને ધો.9 સુધી જ ભણેલા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ટ્રાફિક બ્રિગેડની માનદ સેવા માટે ઉમેદવારો પસંદ કરવા ભરતીની જાહેરાત બહાર પાડી છે. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કૂલ 650 જગ્યાઓ પર સ્ત્રી અને પુરુષની પસંદગી કરવા માટે અરજીઓ મંગાવી છે.
અમદાવાદ ભરતી 2025 અંતર્ગત ટ્રાફિક બ્રિગેડ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, માનદ વેતન, અરજી પ્રક્રિયા, શારીરિક લાયકાત સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Ahmedabad traffic Bharti 2025ની મહત્વની માહિતી
સંસ્થા | અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ |
પોસ્ટ | ટ્રાફિક બ્રિગેડ માનદ સેવકો |
જગ્યા | 650 |
વય મર્યાદા | 18થી 40 વર્ષ |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
ક્યાં અરજી કરવી | નીચે સ્થળ નીચે જણાવેલ છે |
અમદાવાદ ભરતી 2025 માટે પોસ્ટની વિગતો
અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ તરફથી 650 ટ્રાફિક બ્રિગેડ માનદ સેવાકોની પસંદગી કરવામાં આવનારી છે. ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી-અર્ધ સરકારી નોકરી નથી.
પોસ્ટ | જગ્યા |
મહિલા ટ્રાફિક બ્રિગેડ | 214 |
પુરુષ ટ્રાફિક બ્રિગેડ | 436 |
કુલ | 650 |
અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
અમદાવાદ ટ્રાફિક બ્રિગેડની માનદ સેવા માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ન્યુનત્તમ ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.
અનુભવી, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
શારીરિક લાયકાત
ઉમેદવાર | ઊંચાઈ | વજન | દોડ |
પુરુષ સેવક | SC/ST/OBC-162 સેમી | 55 kg | 800 મીટર/4 મિનિટ |
જનરલ-165 સેમી | 55 kg | 800 મીટર/4 મિનિટ | |
મહિલા સેવક | SC/ST/OBC-150 સેમી | 45 kg | 400 મીટર/3 મિનિટ |
જનરલ-155 સેમી | 45 kg | 400 મીટર/3 મિનિટ |
વય મર્યાદા
ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વયમર્યાદા 18થી 40 વર્ષ હોવી જોઈએ.
પગાર
ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી-અર્ધ સરકારી નોકરી નથી. માનદ સેવક-સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થયેથી તેઓને પ્રતિદિન 300 રૂપિયા માનદવેતન તરીકે આપવામાં આવશે.
અન્ય શરતો
- શારીરિક કસોટીમાં પાસ થનારના મૌખિક ઈન્ટરવ્યુના આધારે મેરીટ લિસ્ટ બનશે.(જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર હશે તો લેખિત પરીક્ષા પણ લઈ શકાશે. જેના આધારે પસંદગી થશે)
- પોલીસ, SRP, સેન્ટ્રલ રીઝર્વ પોલીસ, આર્મી વિ. લશ્કરી અને અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યુ સુધી પહોંચેલ ઉમેદવારોને પણ વિશેષ લાયકાત ધરાવનાર ગણી પ્રાધાન્ય આપવામાં આવશે.
- ટ્રસ્ટના નીતિ-નિયમોને અનુસરવાનું રહેશે.
- અમદાવાદ શહેરના રહીશ કે અમદાવાદમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.(રેક્ટરનું પ્રમાણપત્ર કે હોસ્ટેલ ફીની રસીદ આધાર તરીકે રજૂ કરવાની રહેશે.)
- અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે.
અરજી ફોર્મ મેળવવાની તારીખ અને સ્થળ
25 ઓગસ્ટ 2025થી 18 સપ્ટેમ્બર 2025 સુધી સવારે 11 કલાકથી સાંજે 6 વાગ્યા સુધીમાં મેળવી શકશે.
અરજી ફોર્મ મેળવવાનું સ્થળ નીચે આપેલી ભરતી જાહેરાતમાં વાંચી લેવું.
ભરતી જાહેરાતની PDF
અરજી ફોર્મ જમા કરાવવાની તારીખ અને સ્થળ
- ઉમેદવારો 25 ઓગસ્ટ 2025થી 20 સપ્ટેમ્બર 2025 સુધી સવારે 11 કલાકથી સાંજે 6 વાગ્યા સુધીમાં જમા કરાવી શકશે.
- ઓનલાઈન અરજી ફોર્મ https://cpahmedabad.gujarat.gov.in વેબસાઈટ ઉપરથી મેળવી શકશે.
- અરજી પત્રક સંપૂર્ણ વિગતો સહિત જરૂરી દસ્તાવેજો સ્વપ્રમાણિત નકલો સાથે આપેલા સ્થળ પર જેમા કરાવવાનું રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવાનું સ્થળ
PRO રૂમ, જુની પોલીસ કમિશ્રરની કચેરી, શાહિબાગ, અમદાવાદ શહેર