Indian Navy Agniveer Recruitment 2025, નેવી અગ્નિવીર ભરતી 2025 : સરકારી નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઈન્ડિયન નેવી દ્વારા અગ્નિવીર માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભારતીય નૌકદળ અગ્નિવીર ભરતી અંતર્ગત લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
નેવી અગ્નિવીર ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
નેવી અગ્નિવીર ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ભારતીય નૌકાદળ(ઈન્ડિયન નેવી)
પોસ્ટ અગ્નિવીર (SSR)
જગ્યા ઉલ્લેખ નથી
વય મર્યાદા 21 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2025
ક્યાં અરજી કરવી https://joinindiannavy.gov.in
નેવી અગ્નિવીર ભરતી પોસ્ટની વિગતો
ભારતીય નૌકાદળમાં અગ્નિવીર (SSR) 02/2025, 01/2026 અને 02/2026 બેચ માટેની વિગતવાર સૂચનામાં ઉલ્લેખિત ચોક્કસ પાત્રતા સાથે ઉમેદવારો એટલે કે અવિવાહિત પુરુષ અને અપરિણીત મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ પર વિગતવાર જાહેરાત ઉપલબ્ધ છે.
શૈક્ષણિક લાયકાત
અગ્નિવીર ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા માન્ય શાળામાંથી ધોરણ 12 પાસમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ પાસ કરેલું હોવું જોઈએ.
અથવા
કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા માન્યતા પ્રાપ્ત પોલિટેકનિક સંસ્થામાંથી એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ (મિકેનિકલ / ઇલેક્ટ્રિકલ / ઓટોમોબાઇલ / કમ્પ્યુટર સાયન્સ / ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી / ઇન્ફોર્મેશન ટેક્નોલોજી) ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલ છે.
અથવા
કેન્દ્રીય, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી બિન-વ્યવસાયિક વિષય એટલે કે ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે કુલ 50% ગુણ સાથે બે વર્ષનો વ્યાવસાયિક અભ્યાસક્રમ પાસ કર્યો.
અરજી ફી
તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 550 રૂપિયા જમા કરાવવાના રહેશે.
ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ફી ચૂકવી શકાય છે.
ફી ચૂકવ્યા વિના અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
પગાર ધોરણ
| વર્ષ | માસિક પેકેજ | ઈન હેન્ડ | અગ્નિવીર કોર્પસ ફંડમાં યોગદાન (30%) | ભારત સરકાર દ્વારા કોર્પસ ફંડમાં યોગદાન |
| પહેલું વર્ષ | 30,000 | 21,000 | 9,000 | 9,000 |
| બીજું વર્ષ | 33,00 | 23,100 | 9,900 | 9,900 |
| ત્રીજું વર્ષ | 36500 | 25,550 | 10,959 | 10,950 |
| ચોથું વર્ષ | 40,000 | 28,000 | 12,000 | 12,000 |
| કુલ અગ્નિવીર કોર્પસ ફંડ | 5.02 લાખ (રૂપિયા) | 5.02 લાખ (રૂપિયા) | ||
વય મર્યાદા
વય મર્યાદા વિશે વાત કરીએ તો અગ્નિવીર 02/2025 બેચ માટે અરજી કરનારા ઉમેદવારોનો જન્મ 1 સપ્ટેમ્બર 2004 થી 29 ફેબ્રુઆરી 2008 ની વચ્ચે હોવો જોઈએ. તે જ સમયે 01/2026 બેચ માટે, ઉમેદવારનો જન્મ 1 ફેબ્રુઆરી 2005 થી 31 જુલાઈ 2008 ની વચ્ચે થયો હોવો જોઈએ અને બેચ 02/205 માટે ઉમેદવાર જુલાઈ 2008થી 31ડિસેમ્બર 2008 વચ્ચે જન્મેલા હોવો જોઈએ.
અરજી કેવી રીતે કરવી?
- અરજી ફોર્મ ભરવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://joinindiannavy.gov.inની મુલાકાત લો.
- એગ્નીવીર એપ્લિકેશન વેબસાઇટના હોમ પેજ પર ખુલે છે. અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
- અહીં ઉમેદવારોએ પ્રથમ રજિસ્ટર બટન પર ક્લિક કરવું જોઈએ અને માંગેલી વિગતો ભરો અને નોંધણી કરવી જોઈએ.
- નોંધણી પછી, અન્ય વિગતો ભરો અને ફોર્મ ભરો.
- આ પછી નિર્ધારિત ફી જમા કરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લો અને તેને તમારી સાથે સુરક્ષિત રાખો.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.