scorecardresearch
Premium

12th Science Board Exam : ધોરણ 12 સાન્યસના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, અંગ્રેજી વિષયના ફોર્મેટમાં સુધારો

12th Science English Board Exam Change : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 સાન્યસ અંગ્રેજી વિષય પ્રથમ ભાષાના ફોર્મેટમાં ફેરફાર કર્યો છે. બોર્ડ દ્વારા સુધારવામાં આવેલું આ ફોર્મેટ પ્રમાણે આગામી બોર્ડની પરીક્ષા લેવામાં આવશે.

12th Science English Board Exam Change | board exam | Gujarat board exam | Exam news
ગુજરાત બોર્ડ પરીક્ષા ફાઇલ તસવીર

12th Science English Board Exam Change : ધોરણ 12 સાન્યસમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 સાન્યસ અંગ્રેજી વિષય પ્રથમ ભાષાના ફોર્મેટમાં ફેરફાર કર્યો છે. બોર્ડ દ્વારા સુધારવામાં આવેલું આ ફોર્મેટ પ્રમાણે આગામી બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. પહેલાના ફોર્મેટ પ્રમાણે એમસીક્યુમાં 20 ગુણના કાવ્યને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હતા જેમાં સુધારો કરીને હવે 12 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. સુધારેલું આ ફોર્મેટ બોર્ડે રાજ્યોની તમામ શાળાઓમાં મોકલી આપ્યું છે.

સરકાર દ્રારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યા હતા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક સત્ર જૂન 2023-24ની બોર્ડની પરીક્ષાઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ માસમાં લેવાતી હોય છે. જેમાં રાજ્યભરમાંથી અંદાજે 17 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા ધોરણ 10 અને 12ની આપતા હોય છે. બોર્ડ દ્વારા શૈક્ષણિક શરુ થયા બાદ બોર્ડની પરીક્ષાને લગતા પ્રશ્નપત્ર ફોર્મેટ અને ગુણભાર જાહેર કર્યા હતા. જોકે ત્યાર બાદ સરકાર દ્રારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યા હતા. આ બદલાવને પગલે નવેસરથી પ્રશ્નપત્ર ફોર્મેટ નક્કી કરી શાળાઓને મોકલી આપ્યા છે.

કાવ્યમાં 12 માર્કસના પ્રશ્નો પુછવામાં આવશે

ખાસ કરીને ધોરણ 12 સાયન્સના પ્રશ્ન પત્રના અંગ્રેજી પ્રથમભાષાના ફોર્મેટમાં નિષ્ણાતો દ્વારા સુધારા સુચવાયા છે. જેથી કરીને બોર્ડ દ્વારા સુધારો તમામ શાળાઓને મોકલી આપ્યો છે. જે અંતર્ગત અંગ્રેજી પ્રથમ ભાષાના પ્રશ્નપત્રમાં ફોર્મેટમાં એમસીક્યુ ગદ્ય વિભાગમાં 20 માર્કસના પ્રશ્નો પુછવામાં આવશે. જ્યારે કાવ્યમાં 12 માર્કસના પ્રશ્નો પુછવામાં આવશે. 5 માર્કસના પ્રશ્ન સપ્લીમેન્ટરીના પુછાશે. જ્યારે 13 માર્કસના પ્રશ્નો ભાષા અને ગ્રામરના પુછવામાં આવશે.

આ ફોર્મટના આધારે બોર્ડની આગામી પરીક્ષા લેવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, બોર્ડ દ્વારા અગાઉ કાવ્યના 20 ગુણના એમસીક્યુનું ફોર્મેટ પ્રશ્ન પત્રનું જાહેર કર્યું હતુ. પરંતુ એક્સપર્ટસ પાસેથી મળેલા સુચનોના આધારે આખરે આ ફોર્મેટમાં બદલાવ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે શિક્ષા મંત્રાલયે વર્ષ 2024થી પાઠ્યક્રમમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. શિક્ષણ મંત્રાલયએ જણાવેલી નવી શિક્ષા નીતિ અનુસાર પાઠ્યાક્રમનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. વર્ષ 2024ના શૈક્ષણિક સત્ર માટે પાઠ્ય પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. શિક્ષા મંત્રાયે જણાવ્યું કે નવા પાઠ્યક્રમના ડ્રાફ અંતર્ગત ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. જેમાંથી ઓછામાં ઓછી એક ભાષા ભારતીય હોવી જોઈએ.

વધુ વાંચોઃ- AIIMS Recruitment 2023 : AIIMS દિલ્હી બમ્પર ભરતી, ધો.10 અને ધો.12 પાસ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક

વર્ષમાં બે વખત થશે બોર્ડની પરીક્ષા

શિક્ષા મંત્રાલય અનુસાર નવા પાઠ્યક્રમના ઢાંચા અંતર્ગત બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત થશે. વિદ્યાર્થીઓના સર્વશ્રેષ્ઠ અંક યથાવત રાખવાની મંજૂરી હશે. શિક્ષા મંત્રાલયના નવા અભ્યાસ ક્રમના ઢાંચા અંતર્ગત બોર્ડ પરીક્ષા મહિનાની કોચિંગ અને રટ્ટા લગાવવાની ક્ષમતાના મુકાબલે વિદ્યાર્થીઓની સમજ અને ક્ષમતાના સ્તરના મૂલ્યાંકન પર રહેશે.

આ પણ વાંચોઃ- Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી, અરજી કરવા માટે માત્ર 10 દિવસ બાકી

વિષયોની પસંદગી સ્ટ્રીમ સુધી સીમિત નહીં રહે

મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર નવા પાઠ્યાક્રમ ઢાંચા અંતર્ગત વર્ગ 11 અને 12માં વિષયોની પસંદગ સ્ટ્રીમ સુધી સીમિત નહી રહે. વિદ્યાર્થીઓનને પસંદગીનો વિષય પસંદ કરવા માટે આઝાદી મળશે. કક્ષાઓમાં પાઠ્ય પુસ્તકોને કવર કરવાની અત્યારની સ્થિતિની પ્રથાથી બચી શકાશે. પાઠ્ય પુસ્તકોની કિંમતો ઘટાડવામાં આવશે. સ્કૂલ બોર્ડ ઉચિત સમયમાં માંગ અનુસાર પરીક્ષાની ભલામણ કરવાની ક્ષમતા વિકસિત કરશે.

Web Title: 12th science english board exam change new format first language education latest news ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×