YouTube Shorts Update : યુટ્યુબે પોતાના Shorts પ્લેટફોર્મ માટે એક મોટું અપડેટ રોલઆઉટ કર્યું છે. યુટ્યુબ Shorts પર હવે ક્રિએટર્સ 3 મીનિટ સુધી વીડિયો અપલોડ કરી શકશે. વીડિયોની ડ્યુરેશનમાં થયેલો ફેરફાર 15 ઓક્ટોબર 2024થી લાગુ થશે. અત્યાર સુધી યુટ્યુબ Shorts પર યુઝર્સ 60 સેકન્ડ સુધીનો જ વીડિયો અપલોડ કરી શકતા હતા. પરંતુ નવા ડ્યુરેશન બાદ વીડિયો પ્લેટફોર્મ પર યૂટ્યૂબ શોર્ટ્સને કન્ઝ્યુમ અને ક્રિએટ કરવાનો અનુભવ જરૂર બદલાઈ જશે.
YouTube Shorts પર હાલ 60 સેકન્ડના વીડિયો અપલોડ થાય છે
અત્યારે યુટ્યુબ શોર્ટ્સ પર અપલોડ કરવામાં આવેલા વીડિયો એક મિનિટથી પણ ઓછા સમયના છે. આ શોર્ટ વીડિયોથી યુટ્યુબને ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ જેવા અન્ય પ્લેટફોર્મને ટક્કર આપવામાં મદદ મળી છે. હવે લાંબા વીડિયોના સપોર્ટથી યુટ્યુબ ક્રિએટર્સને તેમના કન્ટેન્ટ માટે વધુ સ્પેસ મળશે. આ ફેરફાર અગાઉ અપલોડ કરાયેલા વીડિયોને અસર કરશે નહીં.
હજુ ઘણા ફીચર્સ રિલીઝ કરાશે
વીડિયોની લેન્થ વધારવા ઉપરાંત યુટ્યુબ કન્ટેન્ટને વધુ મનોરંજક અને આકર્ષક બનાવવા માટે ઘણા ફીચર્સ પણ રિલીઝ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી એક મજેદાર ટૂલ ટેમ્પલેટ્સનો ઉપયોગ છે. આ ફીચર દ્વારા યૂઝર્સ શોર્ટ્સ પર આપવામાં આવેલા Remix બટન પર ટેપ કરીને ટ્રેન્ડિંગ વીડિયોને સરળતાથી રિમિક્સ અને રિક્રિએટ કરી શકશે. રિમિક્સ બટન પર ટેપ કર્યા પછી તમારે ‘Use This template’ વિકલ્પ પસંદ કરવો પડશે.
આ પણ વાંચો – ફ્લિપકાર્ટ પર જોરદાર ઓફર, માત્ર 32000 રૂપિયામાં ખરીદી શકો છો iPhone 15, જાણો કેવી રીતે
આ ઉપરાંત યુટ્યુબ આગામી મહિનાઓમાં શોર્ટ્સને વધુ યુટ્યુબ કન્ટેન્ટને શોર્ટ્સમાં ઇંટિગ્રેટ કરવા માટે અન્ય અપડેટ્સ રોલ આઉટ કરશે. ક્રિએટર્સ જલદી પોતાની શોર્ટ્સ માટે બીજા યુટ્યુબ વીડિયો અને મ્યુઝિક વીડિયોની ક્લિપ્સનો ઉપયોગ કરી શકશે.
આ સિવાય યૂટ્યૂબ ક્રિએટર્સને મદદ કરવા માટે એક નવું “Shorts trends” પેજ પણ લોન્ચ કરી રહ્યું છે, જેની મદદથી લેટેસ્ટ વાયરલ કન્ટેન્ટ યૂઝર્સ સુધી સરળતાથી પહોંચી શકશે.