scorecardresearch
Premium

Yamaha FZ X Hybrid Launch: હાઇબ્રિડ એન્જિન સાથે યામાહા FZ X બાઇક ભારતમાં લોન્ચ, કિંમત તમારા બજેટ જેટલી

Yamaha FZ X Hybrid Launch In India : યામાહા એફઝેડ એક્સ હાઇબ્રિડ બાઇકમાં 4.2 ઇંચનો કલર ટીએફટી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે જે વાય-કનેક્ટ એપ્લિકેશન દ્વારા સ્માર્ટફોન સાથે જોડાય છે.

Yamaha FZ X Hybrid Price And Features
Yamaha FZ X Hybrid India Launch : યામાહા FZ X હાઇબ્રિડ બાઇકમાં 149સીસી એર-કૂલ્ડ, ફ્યૂઅલ-ઇન્જેક્ટેડ એન્જિન આવે છે. (Photo: Social Media)

Yamaha FZ X Hybrid Price in India: યામાહા ઇન્ડિયાએ હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ 2025 FZ-X મોટરસાઇકલ (2025 FZ-X Hybrid) લોન્ચ કરીને પોતાની બાઇક રેન્જને અપગ્રેડ કરી છે. યામાહા એફએક્સ હાઇબ્રિડ બાઇક 1,49,990 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની કિંમત સાથે બજારમાં વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ બાઇકમાં હાઇબ્રિડનું અપડેટ આપવા ઉપરાંત ટર્ન બાય ટર્ન નેવિગેશન અને નવી ટીએફટી સ્ક્રીન પણ રજૂ કરી છે.

2025 FZ X hybrid : યામાહા એફઝેડ એક્સ હાઇબ્રિડ કેમ કરવામાં આવી?

યામાહા એફઝેડ એક્સ બાઇકમાં હાઇબ્રિડ અપડેટ અંગે કંપનીનું કહેવું છે કે આ હાઇબ્રિડ અપડેટ આ બાઇકની એનર્જી એફિશિયન્સીમાં સુધારો કરવા માટે કરવામાં આવ્યું છે, જેમાં આ હાઇબ્રિડ સિસ્ટમ સ્માર્ટ મોટર જનરેટર (એસએમજી)થી સજ્જ છે જે બેટરી ચાર્જ કરે છે અને એન્જિન સાથે મળીને માઇલ્ડ ટોર્ક બુસ્ટ પ્રદાન કરે છે, જે એક્સિલરેશનને થોડું ઝડપી બનાવે છે.

2025 FZ-X hybrid : કયા મોડેલમાં હાઇબ્રિડ અપડેટ મળશે?

યામાહા એફઝેડ એક્સ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની કિંમત 1.30 લાખ રૂપિયા છે, જ્યારે હાઇબ્રિડ વેરિઅન્ટ ટોપ-સ્પેક મોડલ હશે, જેમાં નવા મેટ ટાઇટલ કલર ઓપ્શન આપવામાં આવ્યા છે.

2025 FZ-X hybrid : હાઇબ્રિડ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

યામાહા એફઝેડ એક્સ (FZ X) માં ઓફર કરવામાં આવતી હાઇબ્રિડ સિસ્ટમમાં આઇડલ પીરિયડ્સ દરમિયાન એન્જિનને આપમેળે બંધ કરવું અને ઇંધણની કાર્યક્ષમતા સુધારવા માટે બેટરીની મદદથી થતા પ્રવેગનો સમાવેશ થાય છે. મોટરસાઇકલ ક્લચ એક્શન સાથે રિસ્ટાર્ટ થાય છે, જેનાથી પરંપરાગત બાઇકની તુલનામાં તે ચલાવતી વખતે ઓછો અવાજ કરે છે.

2025 FZ-X hybrid : ફીચર્સ

યામાહા એફઝેડ એક્સ હાઇબ્રિડમાં 4.2 ઇંચનો કલર ટીએફટી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે જે વાય-કનેક્ટ એપ્લિકેશન દ્વારા સ્માર્ટફોન સાથે જોડાય છે. આ ડિસ્પ્લેમાં ગૂગલ મેપ્સ સાથે ઇન્ટીગ્રેટેડ ટર્ન બાય-ટર્ન નેવિગેશન, રિયલ ટાઇમ ડાયરેક્શન, નેવિગેશનની વિગતો અને રોડની માહિતી આપવામાં આવી છે.

2025 FZ-X hybrid : એન્જિન સ્પેસિફિકેશન્સ

યામાહા એફઝેડ એક્સ બાઇકમાં 149સીસી એર-કૂલ્ડ, ફ્યૂઅલ-ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 7,250rpm પર 12.4PSનો પાવર અને 5,500rpm પર 13.3Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

2025 FZ-X hybrid : બ્રેકિંગ અને સસ્પેન્શન

યામાહા એફઝેડ એક્સ હાઇબ્રિડ બાઇકમાં ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ અને સિંગલ ચેનલ ABS જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, સસ્પેન્શનની વાત કરીએ તો, તેમાં ફ્રન્ટમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન અને પાછળની સાઇડમાં સાત સ્ટેજનું એડજેસ્ટેબલ મોનોક્રોસ સસ્પેન્શન આપવામાં આવ્યું છે.

Web Title: Yamaha fz x hybrid launch india price specifications engine mileage details know here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×