Xiaomi Launches Redmi Note 14 5G In India: શાયોમી ના રેડમી નોટ 14 5જી સીરિઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે. શાયોમી કંપનીએ સૌથી પહેલા ચીન બાદ હવે ભારતીય બજારમાં રેડમી નોટ 14 સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીએ Redmi Note 14 5G Series સ્માર્ટફોન 3 વેરિયન્ટ – રેડમી નોટ 14, રેડમી નોટ 14 પ્રો અને રેડમી નોટ પ્રો પ્લસ રજૂ કર્યા છે તો ચાલો રેડમી નોટ 14 5જી સીરિઝ સ્માર્ટફોનના કિંમત, ફીચર, કેમેરા, બેટરી સહિત સંપૂર્ણ વિગત જાણો
Redmi Note 14 5G Series Price : રેડમી નોટ 14 5જી સીરિઝ કિંમત
શાયોમી કંપનીએ રેડમી નોટ 14 5જી સીરિઝ સ્માર્ટફોનના 3 મોડલ Redmi Note 14, Note 14 Pro અને Note 14 Pro+ રજૂ કર્યા છે. જેમા 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતા રેડમી નોટ 14 સ્માર્ટફોનની કિંમત 17000 રૂપિયા છે. તો 8 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ વાળા રેડમી નોટ 14 5જી સ્માર્ટફોનની કિંમત 18999 રૂપિયા છે. તેવી જ રીતે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વાળા રેડમી નોટ 14 સ્માર્ટફોન 20999 રૂપિયામાં ખરીદી શકાય છે.
રેમડી નોટ 14 5જી સ્માર્ટફોનનું વેચાણ 13 ડિસેમ્બરથી શરૂ થશે. આ 5જી સ્માર્ટફોન કંપનીની સત્તાવાર વેબસાઇટ, એમેઝોન, ફ્લિપકાર્ટ અને રિટેલ સ્ટોર પરથી ખરીદી શકાય છે.
રેડમી નોટ 14 પ્રો સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વાળા હેન્ડસેટની કિંમત 23999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે રેડમી નોટ 14 સ્માર્ટફોન 25999 રૂપિયામાં ખરીદી શકાય છે.
Redmi Note 14 Pro + 5G સ્માર્ટફોનના 8 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 31999 રૂપિયા છે, તો 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજની કિંમત 34999 રૂપિયા છે.
Redmi Note 14 5G Series Features And Specifications : રેડમી નોટ 14 5જી સીરિઝ ફીચર અને સ્પેસિફિકેશન
Redmi Note 14 Features And Specifications : રેડમી નોટ 14 ફીચર્સ અને સ્પેસિફિકેશન
રેડમી નોટ 14 સ્માર્ટફોનમાં 6.67 ઇંચની AMOLED સ્ક્રીન 120Hz રિફ્રેશન રેટ સાથે આવે છે. તેની પીક બ્રાઇટનેસ 2100 નિટ સુધી હોય છે. આ ફોનમાં MediaTek Dimensity 7025 Ultra ચિપસેટ આપવામાં આવી છે. ફોટોગ્રાફીની વાત કરીયે તો આ બેઝ વેરયિન્ટમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આવે છે. સ્માર્ટફોનમાં પ્રાયમરી કેમેરા 50 મેગાપિક્સ અને 2 મેગાપિક્સલ સેકેન્ડરી લેન્સ આવે છે.
સેલ્ફી અને વીડિયો કોલ માટે સ્માર્ટફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરા છે. આ ફોનમાં 5110mAh ની બેટરી 45W ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
Redmi Note 14 Pro Features And Specifications : રેડમી નોટ 14 પ્રો ફીચર અને સ્પેસિફિકેશન
રેડમી નોટ 14 પ્રો સ્માર્ટફોન બેઝ મોડલ કરતા વધુ અપગ્રેડ સાથે આવે છે. આ ફોનમાં 6.67 ઇંચની 1.5K AMOLED સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ ફોનમાં Gorilla Victus 2 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનમાં પાવર માટે MediaTek Dimensity 7300 Ultra ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રેડમી નોટ 14 પ્રો સ્માર્ટફોનના બેકમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આવે છે. તેનો પ્રાયમરી કેમેરા 50 મેગાપિક્સલ છે. ઉપરાંત 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. તેમા 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેલ્ફી અને વીડિયો કોલ માટે આપવામાં આવ્યો છે. આ ફોનમાં 5500mAh ની બેટરી 45W ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
Redmi Note 14 Pro+ Features And Specifications : રેડમી નોટ 14 પ્રો+ ફીચર અને સ્પેસિફિકેશન
રેડમી નોટ 14 પ્રો પ્લસ આ સીરિઝનો ફ્લેરશિપ સ્માર્ટફોન છે. તેમા 6.67 ઇંચની 1.5K AMOLED સ્ક્રીન આપવામાં આવી છે. તેમા Qualcomm Snapdragon 7s Gen 3 ચિપસેટ આપી છે. આ ફોનના બેકમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આવે છે. અલબત્ત આ સેન્સર પાછલા વેરિયન્ટ કરતા અલગ છે.
રેડમી નોટ 14 પ્રો પ્લસ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરા, 12 મેગાપિક્સલ નો અલ્ટ્રા વાઇડ લેન્સ અને 50 એમપીનો ટેલીફોટો લેન્સ આપવામાં આવ્યો છે. તેમા 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેલ્ફી અને વીડિયો કોલ માટે આપવામાં આવ્યો છે. ફોનમાં સૌથી મોટી 6200mAh બેટરી 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.