Xiaomi Redmi K80 Series Launched: રેડમી કે80 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ થયા છે. રેડમી કંપનીએ ચીનમાં પોતાનો લેટેસ્ટ કે80 સીરિઝ સ્માર્ટફોનના 2 મોડલ Redmi K80 અને Redmi K80 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ બંને રેડમી ફોનમાં IP68 + IP69 રેટિંગ અને અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર છે. રેડમી કે80 અને રેડમી કે80 પ્રોમાં 1 ટીબી સુધી સ્ટોરેજ અને 16 જીબી રેમ ઓપ્શન છે. જાણો રેડમી કે80 સીરિઝ સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર…
Redmi K80 Price : રેડમી કે80 કિંમત
રેડમી કે80 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2499 યુઆન (લગભગ 29000 રૂપિયા) છે. આ સ્માર્ટફોનના 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3599 યુઆન (લગભગ 42000 રૂપિયા) છે. આ હેન્ડસેટને ગ્રીન, બ્લેક, વ્હાઇટ અને બ્લૂ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Redmi K80 Pro Price : રેડમી કે80 પ્રો કિંમત
રેડમી કે80 પ્રો સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3699 યુઆન (લગભગ 43000 રૂપિયા) છે. ફોનના 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટને 4799 યુઆન (લગભગ 56000 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. શાઓમીએ રેડમી કે80 પ્રો ચેમ્પિયન્સ એડિશન મોડલ પણ રજૂ કર્યું છે, જેની કિંમત 4999 યુઆન (લગભગ 58000 રૂપિયા) છે. રેડમી કે80 પ્રોને ગ્રીન, બ્લેક અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે.
Redmi K80, Redmi K80 Pri Specifications : રેડમી કે80, રેડમી કે80 પ્રો સ્પેસિફિકેશન્સ
રેડમી કે80 સીરીઝના બંને મોડલને 6.67 ઇંચ (1,440 x 3,200 પિક્સલ) 12-બિટ એમોલેડ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યા છે, જે 2કે રિઝોલ્યુશન અને 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવે છે. ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 3200 નાઇટ્સ સુધી છે અને ટચ સેમ્પલિંગ રેટ 2160 હર્ટ્ઝ સુધીનો છે. ડિસ્પ્લે HDR10+ અને ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે. બેઝ મોડેલ સ્નેપડ્રેગન 8 જેન 3 ચિપસેટથી સંચાલિત છે જ્યારે પ્રો વેરિઅન્ટમાં ફ્લેગશિપ Snapdragon 8 Elite પ્રોસેસર મળે છે.
રેડમી કે80 અને રેડમી કે80 પ્રોમાં 16 જીબી સુધીની રેમ અને 1 ટીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ હેન્ડસેટ Xiaomi HyperOS 2.0 સાથે આવે છે.
Redmi K80 Battery : રેડમી કે80 બેટરી
રેડમી કે80ને પાવર આપવા માટે 6000mAh બેટરી આપવામાં આવી છે, જે 120W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. રેડમીના 80 પ્રોમાં 6550mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
રેડમી કે80માં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) સાથે 50 મેગાપિક્સલનો લાઇટ હન્ટર 800 પ્રાઇમરી કેમેરો અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ આપવામાં આવ્યો છે. રેડમી કે80 પ્રોમાં સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની જેમ જ કેમેરા સેટઅપ છે, પરંતુ તેમાં 2.5x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50 મેગાપિક્સલનો ફ્લોટિંગ ટેલિફોટો લેન્સ પણ છે.
કનેક્ટિવિટી માટે બંને હેન્ડસેટમાં યુએસબી ટાઇપ-સી પોર્ટ, એનએફસી, બ્લૂટૂથ 5.4, વાઇ-ફાઇ 7, 5જી અને વીઓએલટીઇ સપોર્ટ છે. રેડમીની 80 સીરીઝમાં અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર અને ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે સ્ટિરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે.