scorecardresearch
Premium

Xiaomi ના MIX Fold 3 અને Redmi K60 ફોન લોન્ચ, શું છે તેમની કિંમત અને ફીચર્સ?

Xiaomi MIX Fold 3 and Redmi K60 phones launched : શાઓમી મિક્સ ફોલ્ડ 3 અને રેડમી કે60 ફોન ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યા છે, તો જોઈએ તેની કિંમત (Price), સુવિધા (feature), બેટરી (battery), કેમેરા (camara) વગેરે સ્પેસિફિકેશન (specifications).

Xiaomi MIX Fold 3 | Redmi K60 | phones |
શાઓમી મિક્સ ફોલ્ડ 3 અને રેડમી કે60 ફોન ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યા

Xiaomi’s MIX Fold 3 and Redmi K60 phones launched : Xiaomiએ આજે ​​તેની ઑગસ્ટ 2023 લૉન્ચ ઇવેન્ટ ચીનમાં યોજી હતી. આ ઇવેન્ટમાં, કંપનીએ MIX Fold 3 અને Redmi K60 Extreme Edition નું લોન્ચીંગ કર્યું. MIX Fold 3 એ બજારમાં ઉપલબ્ધ સૌથી પાતળો ફોલ્ડેબલ ફોન માનવામાં આવે છે. આ સ્માર્ટફોન્સ સાથે, Xiaomi એ ઇવેન્ટમાં Pad 6 Max, Xiaomi Band 8 Pro અને નવો Cyberdog 2 રોબોટ પણ રજૂ કર્યો. જો તમે પણ આ સ્માર્ટફોન્સ પર દાવ લગાવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે. આવો જાણીએ આ ફોનની ખાસિયતો શું છે.

Xiaomi MIX Fold 3 : કિંમત અને કલર વિકલ્પ

નવો Xiaomi MIX Fold 3 ગ્લાસ બેક સાથે બ્લેક અને ગોલ્ડ કલર વિકલ્પોમાં આવે છે. ત્રીજો વિકલ્પ કાળા રંગનો છે, જે મિક્સ્ડ ફાઈબર બેક સાથે આવે છે. ત્રણેય મોડલની કિંમત દરેક સ્ટોરેજ વેરિઅન્ટ માટે સમાન છે.

Xiaomi MIX Fold 3: સ્પેસિફિકેશન

સ્ક્રીન વિશે વાત કરીએ તો, તેમાં 8.03-ઇંચ, 2160x1916p, LTPO, 120Hz, 2,600-nits પીક બ્રાઇટનેસ અને ડોલ્બી વિઝન છે. કવર સ્ક્રીન 6.56-ઇંચ, 21:9 આસ્પેક્ટ રેશિયો, 2520x1080p, 120Hz, 2,600-nits પીક બ્રાઇટનેસ, ડોલ્બી વિઝન, ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 સાથે આવે છે. આમાં Snapdragon 8 Gen 2, LPDDR5X, UFS 4.0 પ્રોસેસર જોવા મળે છે. ફોન 50MP IMX800 + 12MP પ્રાઈમરી કેમેરા, બેટરી 4,800mAh, 67W વાયર્ડ, 50W વાયરલેસ ચાર્જિંગથી સજ્જ છે.

આ પણ વાંચોStock Tips Nifty Target : દિવાળી સુધીમાં નિફ્ટી 20700ની સપાટીને સ્પર્શશે, આ શેર ખરીદી પોર્ટફોલિયો મજબૂત કરવાની તક

Redmi K60: એક્સ્ટ્રીમ એડિશન વિશિષ્ટતાઓ

Xiaomiએ આ વખતે ઘણા સારા ફીચર્સ રજૂ કર્યા છે, જેના કારણે આ બજેટમાં ફોન કાગળ પર OnePlus 11 કરતા વધુ સારો દેખાય છે. તે બ્લેક, ગ્રીન અને વ્હાઇટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં 6.67-ઇંચ OLED, 2712×1220, 144Hz રિફ્રેશ રેટ, 2,600-nits પીક બ્રાઇટનેસ છે. પ્રોસેસરની વાત કરીએ તો, તેમાં MediaTek Dimensity 9200+, Display Chip X7, LPDDR5X, UFS 4.0 સામેલ છે. પ્રાઈમરી કૅમેરો 50MP IMX800 + 8MP અલ્ટ્રા-વાઇડ + 2MP મેક્રો છે, ફ્રન્ટ કૅમેરો 20MP Sony IMX596 છે. ફોનમાં 5,000mAh બેટરી, 120W વાયર્ડ ચાર્જિંગથી સજ્જ છે.

Web Title: Xiaomi mix fold 3 and redmi k60 phones launched price feature specifications battery camara km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×