Xiaomi 14 CIVI Launched : શાઓમીએ આખરે ભારતમાં CIVI સીરીઝનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. શાઓમી 14 સીવી કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તેમાં 6.55 ઇંચની 1.5K માઇક્રો કર્વ્ડ એમોલેડ પેનલ આપવામાં આવી છે. શાઓમીના આ હેંડસેટમાં 32MP ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા અને 50 મેગાપિક્સલનો રિયર કેમેરો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં 512 જીબી સુધી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આવો અમે તમને નવી શાઓમી 14 સીઆઇવીઆઈની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.
શાઓમી 14 સીવી કિંમત (Xiaomi 14 CIVI Price)
શાઓમી 14 સીવી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને ભારતમાં 42,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 47,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ હેન્ડસેટને 20 જૂનથી શાઓમીની વેબસાઇટ, ફ્લિપકાર્ટ, એમઆઇ હોમ સ્ટોર્સ અને અન્ય પાર્ટનર સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. ફોનના પ્રી-ઓર્ડર આજથી શરૂ થશે.
ગ્રાહકો 19 જૂન સુધી શાઓમીના આ ફ્લેગશિપ ફોનને પ્રી-ઓર્ડર કરીને ગ્રાહક 2,999 રૂપિયાની રેડમી વોચ 3 એક્ટિવ ફ્રી માં મેળવી શકે છે. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડ સાથે 3000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. ગ્રાહકોને 3 મહિના માટે યૂટ્યૂબ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ફ્રી મળશે. શાઓમી ફોન ખરીદવા પર લોકોને 6 મહિના માટે 100જીબી ગૂગલ વન સબ્સ્ક્રિપ્શન પણ ફ્રી આપી રહી છે. ગ્રાહકો શાઓમી પ્રાયોરિટી ક્લબની મેમ્બરશિપનો પણ લાભ લઈ શકે છે.
શાઓમી 14 સીવી ફીચર્સ (Xiaomi 14 CIVI Features)
શાઓમી 14 સીવીમાં 6.55 ઇંચ (2750 x 1236 પિક્સલ) 1.5K C8 12-bit OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ છે. આ સ્ક્રીન 3000 નીટ સુધીની પીક બ્રાઇટનેસ ઓફર કરે છે અને એચડીઆર10+, ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
શાઓમીના આ ફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8એસ જેન 3 4એનએમ મોબાઇલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે હેન્ડસેટમાં એડ્રેનો 735 આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 256 જીબી અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પો છે, જેમાં 8 જીબી અને 12 જીબી રેમ વિકલ્પો છે. ડ્યુઅલ સિમ સપોર્ટ સાથેનો આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત શાઓમી હાઇપરઓએસ સાથે આવે છે.
આ પણ વાંચો – શું તમે જોયો Realme C65 નો નવો અવતાર? જાણો 50MP કેમેરાવાળા આ સસ્તા ફોનની કિંમત અને ફિચર્સ
શાઓમી 14 સીઆઇવીઆઇમાં એપર્ચર એફ/1.63 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી, 12-મેગાપિક્સલ 120 ડિગ્રી અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને 50-મેગાપિક્સલ 2X ટેલિફોટો કેમેરો છે. ટેલિફોટો કેમેરા 4K વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. શાઓમીના આ ફોનમાં 32MP ઓમનીવિઝન સેમસંગ S5K3D2 78° FoV ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 4K વીડિયો રેકોર્ડિંગ સાથે 32MP Samsung S5K3D2 100° FoV સેકન્ડરી સેન્સર પણ છે.
શાઓમીના આ ફોનમાં 32MP ઓમનીવિઝન સેમસંગ S5K3D2 78° FoV ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 4K વીડિયો રેકોર્ડિંગ સાથે 32MP Samsung S5K3D2 100° FoV સેકન્ડરી સેન્સર પણ છે.
4700mAhની બેટરી આપવામાં આવી છે
શાઓમી 14 સીઆઇવીઆઇ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર, યુએસબી ટાઇપ-સી ઓડિયો, હાઇ-રેઝ ઓડિયો, સ્ટિરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 157.2×72.77×7.45 એમએમ છે. ડિવાઇસને પાવર આપવા માટે 4700mAhની બેટરી આપવામાં આવી છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી માટે આ હેન્ડસેટમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 6 802.11 બીઇ, બ્લૂટૂથ 5.4, ગ્લોનાસ, જીપીએસ, યુએસબી ટાઇપ-સી 3.2 જનરલ 1 અને એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.