Xiaomi 14 Civi : શાઓમી 14 સીવી (Xiaomi 14 Civi) ભારતમાં 12 જૂને લૉન્ચ થશે. કંપનીએ અગાઉ અપકમિંગ હેન્ડસેટના કેટલાક ફીચર્સ જાહેર કર્યા છે. ફોનની ડિઝાઇન અને કલર ઓપ્શન પણ જાહેર કરવામાં આવ્યા છે. તે શાઓમી સીવી 4 પ્રો (Xiaomi Civi 4 Pro) નું રિબેજ્ડ વર્ઝન હોવાનું જણાવવામાં આવ્યું છે, જે આ વર્ષે માર્ચમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ પહેલા, એક ટિપસ્ટરે Xiaomi 14 Civi ની કિંમત તેમજ અપેક્ષિત RAM અને સ્ટોરેજ વેરિઅન્ટ્સ લીક કર્યા છે,

આ પણ વાંચો: ઇન્ફિનિક્સ નોટ 40 સિરીઝ રેસિંગ એડિશન 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
ભારતમાં શાઓમી 14 સીવી (Xiaomi 14 Civi) ની અપેક્ષિત કિંમત
Xiaomi 14 Civi ની ભારતમાં કિંમત 8GB + 128GB વિકલ્પ માટે ₹ 43,000 હોઈ શકે છે, એક X પોસ્ટમાં ટીપસ્ટર અભિષેક યાદવે (@yabhishekhd) દાવો કર્યો છે. તેણે એ પણ જણાવ્યું કે બીજો 12GB + 512GB વેરિઅન્ટ હશે. જો કે, ટિપસ્ટરે નોંધ્યું હતું કે તેનો સોર્સ આ વિગતો વિશે “આ વખતે ચોક્કસ નથી”. તેથી, રીડર્સએ આ માહિતીને એટલી સચોટ માનવી નહિ.
Xiaomi India ના CMO અનુજ શર્માએ અગાઉ એ પણ જણાવ્યું હતું કે કંપની Xiaomi 14 Civi ને દેશમાં લગભગ ₹ 50,000 માં ટૂંક સમયમાં લોન્ચ કરવાની યોજના ધરાવે છે.
આ પણ વાંચો: પોર્ટેબલ એસી : એટલું સસ્તુ કે કિંમત જાણી તમે પણ દંગ રહી જશો, વીજળીની થશે બચત
શાઓમી 14 સીવી (Xiaomi 14 Civi) : ફીચર્સ અને સ્પેસિફિકેશન
Xiaomi 14 Civi એ 120Hz રિફ્રેશ રેટ સાથે ફ્લેટ 1.5K AMOLED સ્ક્રીન દર્શાવવાની પુષ્ટિ કરી છે. તે Qualcomm ના Snapdragon 8s Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત હશે અને Android 14- આધારિત HyperOS સાથે આવી શકે છે. હેન્ડસેટમાં લેઇકા-બેક્ડ ટ્રિપલ રીઅર કેમેરા યુનિટ તેમજ ડ્યુઅલ 32-મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા હશે.
Xiaomi 14 Civi બેટરી સાથે 67W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,700mAh બેટરી પેક કરશે જે 1,600 ચાર્જ સાયકલ સુધી સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન મેટલ ફ્રેમ સાથે આવશે અને તેની જાડાઈ 7.4mm હશે. તે ભારતમાં ત્રણ કલર ઓપ્શનમાં ઓફર કરવામાં આવશે, જેમાં ક્રુઝ બ્લુ, મેચ ગ્રીન અને શેડો બ્લેક કલર ઓપ્શન હશે.