scorecardresearch
Premium

World First Trillionaire: એલન મસ્ક, ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી કોણ બનશે દુનિયાનો પ્રથમ ખરબપતિ? રિપોર્ટમાં કરાયો દાવો

Elon Musk vs Gautam Adani vs Mukesh Ambani: દુનિયાના અબજોપતિઓની સંપત્તિ પર નજર રાખનારી Informa Connect Academy ના એક રિપોર્ટમાં એલન મસ્ક અને ગૌતમ અદાણી વિશે મોટો દાવો કર્યો છે.

Elon Musk net worth | Gautam Adani net worth | Mukesh Ambani net worth | World First trillionaire | Richest Person of World | World trillionaire list
World First Trillionaire: મુકેશ અંબાણી, એલન મસ્ક અને ગૌતમ અદાણી. (Express File Photo)

World First Trillionaire: એલન મસ્ક હાલ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. પોતાની બિઝનેસ સ્ટ્રેટેજીને કારણે સતત ચર્ચામાં રહેનાર અબજોપતિ બિઝનેસમેન મસ્ક 2027 સુધીમાં દુનિયાની પહેલી ટ્રિલિયનર એટલે કે ખરબપતિ બનવા તરફ આગળ વધી રહી છે. દુનિયાના અબજોપતિઓની સંપત્તિ પર નજર રાખનારી Informa Connect Academy ના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

એલન મસ્કની સંપત્તિ રોકેટ ગતિએ વધી રહી છે (Elon Musk Will Become World First Trillionaire)

એલોન મસ્ક વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના સીઇઓ છે. આ ઉપરાંત મસ્કની પોતાની ખાનગી રોકેટ કંપની પણ છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પણ હસ્તગત કરી લીધું છે. ઇન્ફોર્મા કનેક્ટ એકેડમી અનુસાર, મસ્કની સંપત્તિ સરેરાશ વાર્ષિક દરે 110 ટકાના દરે વધી રહી છે.

ગૌતમ અદાણી બનશે વિશ્વના બીજા ખરબપતિ (Gautam Adani Net Worth)

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, એલન મસ્ક હાલમાં 237 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પ્રથમ નંબર પર છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એલન મસ્ક પછી ખરબપતિનો મેળવનાર બીજો ઉદ્યોગપતિ ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હોઈ શકે છે.

અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ હાલમાં સરેરાશ વાર્ષિક 123 ટકાના દરે વધી રહી છે અને જો સંપત્તિ વૃદ્ધિની આ ગતિ ચાલુ રહેશે તો અદાણી 2028 સુધીમાં વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની જશે. જણાવી દઈએ કે ગૌતમ અદાણીની કુલ નેટવર્થ અત્યારે 714460 કરોડ રૂપિયા (85.5 અબજ ડોલર) છે.

gautam adani
ગૌતમ અદાણી ફાઇલ તસવીર

સૌથી મહત્વની વાત એ છે કે, બિઝનેસનું મોટું સામ્રાજ્ય હોવા છતાં ગૌતમ અદાણીએ નાણાકીય વર્ષ 2023-24માં 79.26 કરોડ રૂપિયાનો પગાર મેળવ્યો હતો.

વિશ્વની માત્ર 8 કંપનીની માર્કેટકેપ ટ્રિલિયન ડોલર

નોંધનીય છે કે અત્યાર સુધી માત્ર 8 કંપનીઓની માર્કેટ કેપ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી છે. જેમાં માઇક્રોસોફ્ટ, એપલ, એનવીડિયા, આલ્ફાબેટ, એમેઝોન, સાઉદી અરામકો, મેટાનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ વોરેન બફેટની માલિકીની બર્કશાયર હેથવેએ પણ ટ્રિલિયન ડોલર ક્લબમાં પ્રવેશ કર્યો છે.

રિપોર્ટ અનુસાર વિશ્વના ખરબપતિની યાદીમાં ત્રીજના ધનિક ચિપ અને સેમીકન્ડક્ટર જાયન્ટ એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગ (Jensesn Huang) હોઈ શકે છે. હાલમાં જેન્સન હુઆંગ વિશ્વના સૌથી મોટા અબજોપતિઓની યાદીમાં 18મા ક્રમે છે અને તેમની કુલ સંપત્તિ 90 અબજ ડોલર છે.

આ પણ વાંચો | IPO રોકાણ માટે સોનેરી તક, આ સપ્તાહે 13 આઈપીઓ ખુલશે, 8 શેર લિસ્ટેડ થશે

રિપોર્ટમાં ફેસબુક એટલે કે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પણ ખરબપતિઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેઓ આગામી 6 વર્ષ એટલે કે 023 સુધીમાં ખરબપતિઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. નોંધનીય છે કે એલન મસ્કે હાલમાં જ નવેમ્બરમાં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

Web Title: World first trillionaire elon musk or gautam adani of mukesh ambani informa connect academy reports as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×